GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર અને UP સરકાર પર કર્યા પ્રહાર,પુછ્યુ- ભાજપ સરકારનાં લોકો સચ્ચાઈથી કેમ ડરે છે?

Last Updated on November 11, 2019 by Mansi Patel

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કેન્દ્ર સરકાર પર ખેડૂત આત્મહત્યાને લઈને આવેલાં રિપોર્ટની સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના વિજળી વિભાગના કર્મચારીઓના પીએફના પૈસા અટકાવવાને લઈને ભાજપની પ્રદેશ સરકાર પર નિશાન  સાધ્યુ હતુ.

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા માટે તેમણે એક મીડિયા રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે હાલમાં જ રજૂ થયેલાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટમાં ખેડૂત આત્મહત્યાને લઈને ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. પહેલીવાર રાજ્યવાર આંકડાઓ આપવામાં આવ્યા નથી.

કોંગ્રેસ મહાસચિવે ટ્વીટમાં લખ્યુ, ભાજપ સરકારનાં લોકો સચ્ચાઈથી આટલા કેમ ડરે છે? ભાજપ સરકારમાં ખેડૂત સતત આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ ભાજપ સરકારે ખેડૂતોની સમસ્યા ઉકેલવાની જગ્યાએ ખેડૂત આત્મહત્યાના રિપોર્ટ સાથે છેડછાડ કરવાનું અને તેને દબાવીને રાખવાનું યોગ્ય લાગ્યુ છે.પ્રિયંકાએ UP સરકાર પર હુમલો કરતાં પહેલાં ટ્વીટમાં લખ્યુ, “ઉત્તર પ્રદેશ વિજળી વિભાગનાં કર્મચારીઓએ સ્પષ્ટ કહી દીધુ છેકે, તેમને DHFL પર જરાય વિશ્વાસ નથી. તેમના પીએફનાં પૈસાનો હિસાબ સરકારને આપવો પડશે. ભાજપ સરકાર જવાબદારી લેવાથી ભાગી કેમ રહી છે? કર્મચારીઓને ઘરમાં લગ્ન, બાળકોનાં ભણતર અને અન્ય કામો માટે પૈસા જોઈએ.”

તો અન્ય એક ટ્વીટમાં લખ્યુ, “UP સરકારે દરેક કર્મચારીને સમય પર પૈસા અપાવવાની જવાબદારી પોતે લેવી પડશે, એજ ન્યાય છે.”

તેમણે કેન્દ્ર સરકારને ખેડૂતોને સાચી કિંમત, સુવિધાઓ અને સન્માન આપવા, મજબૂર ન કરીને મજબૂત બનાવવા માટે કહ્યુ છે. પોતાના બીજા ટ્વીટમાં તેમણે ખેડૂતોને કથિતરૂપથી ડુંગળીની સાચી કિંમતો ન મળવાને લઈને સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુકે, ખેડૂતોને એક કિલો ડુંગળી પર આઠ રૂપિયા જ મળી રહ્યા છે. અને બજારમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા કિલો છે.

પ્રિયંકાએ લખ્યુ, ભાજપ સરકારે ખેડૂતોની કેવી દુર્દશા કરી રાખી છે? ડુંગળીની વધતી કિંમતોને રોકવા માટે બહારથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે. પરંતુ આપણા ખેડૂતોએ મહેનત કરીને ઉગાવેલી ડુંગળીની સાચી કિંમત મળી રહી નથી. ખેડૂતોને એક કિલો ડુંગળી પર આઠ રૂપિયા મળી રહ્યા છે અને બજારમાં એક કિલો ડુંગળીની કિંમત 100 રૂપિયા છે. આ શું થઈ રહ્યુ છે?

કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વીટની સાથે એક ખેડૂતનો વીડિયો શેર કર્યો. જેમાં તે પોતાની દુર્દશા વ્યક્ત કરી રહ્યો છે. તેમણે આગળ લખ્યુ, ખેડૂતોને સાચી કિંમત આપો, સુવિધા આપો, સન્માન આપો, ખેડૂતને મજબૂર નહી, મજબૂત કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!