GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીની છે અનોખી લવસ્ટોરી… અને પછી સુરક્ષાનાં ઘેરા વચ્ચે પાંગર્યો પ્રેમ

UPA ચેરપર્સન અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા ગાંધીએ રાજનિતીમાં ફુલ ટાઈમ એન્ટ્રી કરીને તમામ રાજકિય પક્ષોને ચોંકાવી દિધા છે. અમેરિકાથી પરત આવેલા પ્રિયંકા ગાંધીએ આજે લખનૌમાં રોડ-શો કરીને ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુંક્યુ છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પૂર્વીય ઉત્તર પ્રદેશનાં પ્રભારી બનાવાયા છે. આમ તો પ્રિયંકા ગાંધી દેશનાં સૌથી જુના અને શક્તિશાળી રાજકિય પરિવારની દિકરી છે. જો કે હાલ વેલેન્ટાઈન વીક ચાલે છે. જેથી આજે આપણે પ્રિયંકા ગાંધીની રાજકિય વાતે નહિ પરંતુ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકાની પ્રેમ કહાની વિશે વાત કરીએ.

પોતાનાં પરિવારની પરંપરા મુજબ પ્રિયંકાએ પણ પ્રેમલગ્ન કર્યા છે. પ્રિયંકાને દિલ્હીનાં એક બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે પ્રેમ થયો. પ્રિયંકા 13 વર્ષની ઉંમરે પહેલી વખત રોબર્ટ વાડ્રાને મળ્યા હતાં. ધીરે-ધીરે બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ. જોત-જોતામાં જ બન્નેની દોસ્તી પ્રેમમાં તબદિલ થઈ ગઈ.

વેપારી પરિવારમાંથી આવતા રોબર્ટ વાડ્રાની કોઈ રાજકિય પૃષ્ઠભૂમી નથી. રોબર્ટ વાડ્રાનો જન્મ 19 એપ્રિલ,1969નાં રોજ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદ શહેરમાં થયો. મુરાદાબાદ પિત્તળનાં કામ માટે પ્રસિદ્ધ છે. વાડ્રાનાં પિતા રાજેન્દ્ર વાડ્રા પિત્તળનાં વ્યવસાય સાંથે સંકળાયેલા હતા. તેમની માતા મૂળ સ્કોટલેન્ડનાં છે. મૂળ રૂપથી રોબર્ટ વાડ્રાનો પરિવાર પાકિસ્તાનનાં સિયાલકોટથી છે. ભારત વિભાજન સમયે રોબર્ટ વાડ્રાનાં દાદા ભારત આવીને વસ્યા.

રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા બન્ને એક સ્કુલમાં સાથે અભ્યાસ કરતા હતાં. બન્નેની મુલાકાત રોબર્ટ વાડ્રાની બહેન મિશેલ વાડ્રાનાં માધ્યમથી થઈ હતી. ત્યારથી બન્ને એકબીજાનાં સારા મિત્રો બની ગયા હતાં.રોબર્ટ વાડ્રાનો પરિવાર પિત્તળ અને આર્ટીફિશ્યલ જ્વેલરીનાં બિઝનેસ સાથે સંકળાયેલો હતો. રોબર્ટ પ્રિયંકાને ખાસ દાગીનાં ભેટમાં આપતા રહેતા હતાં. રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા ગાંધીનાં ભાઈ રાહુલ સાથે પણ જલ્દી દોસ્તી કરી લીધી હતી.

એક વખત પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રાને મળવા માટે મુરાદાબાદ પહોંચ્યા ત્યારે બન્નેની પ્રેમ કથા શરૂ થઈ. જો કે રોબર્ટ વાડ્રા નહોતા ઇચ્છતા કે તેમનાં સંબંધો વિશે કોઈને ખબર પડે.

એક ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ જણાંવ્યું કે, અમે ત્યારે મળ્યા હતા, જ્યારે અમે દિલ્હીની બ્રિટીશ સ્કુલમાં ભણતા હતાં. મને લાગ્યુ કે મને લઈને તેઓ ઉત્સુક છે. અમે બન્ને ખુબ વાતો કરતા હતાં.પરંતુ અમે નહોતા ઇચ્છતા કે લોકોને આના વિશે ખબર પડે,કેમ કે પાછળથી લોકો અમારા વિશે નકારાત્મક વિચારે છે.પ્રિયંકા હંમેશા સુરક્ષાજવાનોથી ઘેરાયેલા રહેતાં.પરંતુ એક ક્લાસમાં ભણતા હોવાથી પ્રિયંકાને મળવાની તક રોબર્ટને મળી જતી.

રોબર્ટ વાડ્રાએ પ્રિયંકા સામે ડાયરેક્ટ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પ્રિયંકા અને તેનો પરિવાર નાનપણથી જ રોબર્ટ વાડ્રાને ઓળખતા હતાં. તેથી પ્રિયંકાએ તરત જ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

જ્યારે બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે બન્ને પોતાનાં પરિવાર પાસે પહોંચ્યા. માહિતી પ્રમાણે રોબર્ટનાં પિતા પહેલા તો આ લગ્ન માટે તૈયાર ન હતાં. છેવટે તેમણે લગ્ન કરવાની મંજૂરી આપી. 15 ફેબ્રુઆરી-1997નાં રોજ પ્રિયંકા-રોબર્ટનાં લગ્ન થયા, બન્નેનાં લગ્ન સોનિયા ગાંધીનાં નિવાસ સ્થાન 10-જનપથ પર હિન્દુ રિત-રીવાજ પ્રમાણે થયાં. પ્રિયંકા અને રોબર્ટનાં બે બાળકો છે. જેમાં મિરાયા વાડ્રા અને રેહાન વાડ્રા. રોબર્ટ વાડ્રાનો પરિવાર ગુરૂગ્રામ(ગુડગાંવ) માં સાથે રહે છે.

રોબર્ટ કોઈ અમીર પરિવારમાંથી નહોતા આવતા કે ન તો તેમની કોઈ અસાધારણ પ્રતિભા હતી. રોબર્ટ વાડ્રા અનેક વખત પરિક્ષામાં નાપાસ થયા હતાં. પરંતુ પ્રિયંકાને રોબર્ટની સાદગી પસંદ આવી. બસ આ જ કારણે બન્નેએ સાથે જિંદગી પસાર કરવાનો નિર્ણય કર્યો.

પ્રિયંકા ગાંધીએ પતિ રોબર્ટ વાડ્રા વિશે એક ઇન્ટરવ્યુમાં જણાંવ્યું હતું કે, જ્યારે પહેલી વખત હું એમને મળી તો તેઓ મને સામાન્ય રીતે મળ્યા. જે મને ઘણું પસંદ આવ્યું. તેઓ દિલથી ખુબ જ પ્રામાણિક છે. તેઓ પોતાનાં મન પ્રમાણે જીવે છે. અન્ય કોઈ વસ્તુઓ તેમને પ્રભાવિત કરતી નથી. એક હાઈપ્રોફાઈલ રાજકિય પરિવારનું વાતાવરણ તેમનાં માટે એકદમ નવું હતું. પરંતુ આ તમામ વસ્તુઓને તેમણે જે રીતે સંભાળી છે, તે શાનદાર છે.

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા દરેક સ્થિતીમાં સાથે રહે છે. બસ આ જ કારણે તેમની પ્રેમ કહાની દ્રષ્ટાંતરૂપ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનામાં તમારુ નામ રજીસ્ટર્ડ છે કે નહીં તે જાણવુ છે એકદમ સરળ, આ રીતે જાણી શકશો

Pravin Makwana

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!