GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ગાંધી આ તારીખે ખાલી કરી દેશે સરકારી મકાન, ફગાવ્યો મોદી સરકારના મંત્રીનો અહેવાલ

Last Updated on July 14, 2020 by Mansi Patel

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીએ આજે કહ્યું છે કે, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલો સરકારી બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરી દઈશ. પ્રિયંકા ગાંધીએ એ અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિયંકાએ કરેલા આગ્રહ બાદ સરકારે તેમને આ બંગલામાં થોડો વધારે સમય રહેવા માટે સંમતિ આપી છે.

પ્રિયંકાએ કહ્યું હતું કે, આ ફેક ન્યૂઝ છે. મેં સરકારને કોઈ આગ્રહ કર્યો નથી. સરકારે મને જે નોટિસ મોકલી છે તે પ્રમાણે 1 ઓગષ્ટ સુધીમાં હું સરકારી મકાન ખાલી કરી દઈશ. કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી યુપીના પ્રભારી હોવાથી હવે તે વધારે સમય યુપીમાં જ પસાર કરશે અને લખનૌમાં ગોખલે માર્ગ પર આવેલા મકાનમાં તે રહેશે. આ મકાન હાલમાં ખાલી છે અને તેનું સમારકામ ચાલી રહ્યું છે.

આ મકાન શીલા કૌલનુ છે. જે દેશના પહેલા પીએમ નહેરુના ભાભી હતી અને 2015માં તેમનું નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની ઝેડ પ્લસ સિક્યુરિટી સરકારે હટાવી લીધી છે અને જ્યારે આ કેટેગરીની સુરક્ષા ના હોય તો મકાનની સુવિધા મળતી નથી. જેના પગલે સરકારે પ્રિયંકાને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!