GSTV
Home » News » કિસાન રાજનીતિ: ખેડૂતો મામલે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને નિશાને લીધી, લગાવ્યો મોટો આરોપ

કિસાન રાજનીતિ: ખેડૂતો મામલે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને નિશાને લીધી, લગાવ્યો મોટો આરોપ

પોતાની માંગણીઓને લઇને દિલ્હી પહોંચેલા ખેડૂતોના મામલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકારને નિશાને લીધી. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે ખેડૂતોની ભલાઇનો પ્રચાર કરનારી ભાજપ સરકાર અન્નદાતાઓને બોલવા દેતી નથી. તેમણે ટ્વિટ કરીને સવાલ પણ કર્યો કે શું કારણ છે ખેડૂતોને દિલ્હી આવીને પોતાની માંગણી ઉઠાવવાથી રોકી દેવાઇ છે. ભાજપ સરકાર પોતાના પ્રચારમાં તો ખેડૂતોની ભલાઇની વાતો કરે છે. પ્રિયંકાએ કહ્યું કે જ્યારે યુપીના ખેડૂતો કહે છે કે તેમને શેરડીનું બાકી ચુકવણું જોઇએ. લોનમાફી અને વીજળીના ભાવમાં રાહત જોઇએ તો તેમને શા માટે બોલવા દેવામાં આવતા નથી.

ખેડૂતોની યાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખી દિલ્હીની બોર્ડરને સીલ કરી હતી. ભારતીય ખેડૂત સંગઠનના આરોપ છે કે, ખેડૂતોની સ્થિતિ દયનીય અને આર્થિક સંકટથી ઘેરાયેલા છે. જેની સામે સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે. જો કે સરકારે ખેડૂતોના 11 સદસ્યોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં જઈને અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની વાતો રાખી ત્યાર બાદ ખેડુતોએ પોતાનું આંદોલન ખતમ કરવાનું એલાન કર્યું.

ખેડૂત સંગઠનોની મુખ્ય માગ

  • ભારતના તમામ ખેડુતોનાં દેવાં સંપૂર્ણ માફ કરવા જોઈએ
  • ખેડુતોને સિંચાઈ માટે મફત વીજળી મળે.
  • ખેડુતો અને મજૂરો માટે મફત શિક્ષણ અને આરોગ્ય.
  • ખેડૂત અને મજૂરને 60 વર્ષની વય પછી મહિનામાં 5,000 રૂપિયા મહિને પેન્શન મળે.
  • ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં પાકની કિંમતો નક્કી કરવામાં આવે.
  • ખેડુત ખેતી કરતા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે.
  • ખેડૂત તેમજ પરિવારને અકસ્માત વીમા યોજનાનો લાભ મળવો જોઈએ.
  • પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હાઇકોર્ટ અને એઈમ્સની સ્થાપના કરવી જોઈએ.
  • ગોવંશ ગોપાલકને દરરોજ 300 રૂપિયા મળે.
  • ખેડુતોને શેરડીના ભાવની ચુકવણી ટૂંક સમયમાં વ્યાજ સાથે થવી જોઈએ.
  • બધી દૂષિત નદીઓને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવે.
  • ભારતમાં સ્વામિનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવામાં આવે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!