GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં કારમી હાર બાદ પ્રિયંકા ગાંધી એક્શન મૂડમાં, એક પણને નહીં છોડે

ઉત્તર પ્રદેશમાં કારમી હાર બાદ પ્રિયંકા ગાંધી એક્શન મૂડમાં, એક પણને નહીં છોડે

Priyanka Gandhi

ઉત્તર પ્રદેશમાં કારમી હાર મળ્યા પછી કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. વર્ષ 2022માં થનારી યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તમામ જિલ્લા અને શહેર પ્રમુખો બદલી શકે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર રાયબરેલીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં પ્રિયંકા ગાંધીએ તેના સંકેત પણ આપી દીધા છે. પ્રિયંકા ગાંધી હવે દિલ્હી અને લખનૌ એમ બંને જગ્યાએ સંગઠનને અનુલક્ષીને બેઠક યોજશે તેમજ ટૂંક સમયમાં તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિલાલ નકવીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હવે પોતાનાં સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે હોદ્દા પર બેસીને કામ નહીં કરનારાઓની ઓળખ કરાઈ રહી છે તેમને હોદ્દા પરથી હટાવીને અન્ય કામોની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

નકવીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ પ્રિયંકા ગાંધી પ્રદેશના નેતાઓ અને કાર્યકરો પાસેથી ફીડબેક લઇ રહ્યા છે. આ તમામ તૈયારી 2022 વિધાનસભાની તૈયારીને અનુલક્ષીને કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં લોકસભા ચૂંટણીમાં મળેલ કારમી હાર બાદ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં યોજાયેલ કોંગ્રેસની પ્રથમ સમીક્ષા બેઠકમાં પાર્ટીના પ્રદર્શનનું ઠીકરું અમુક કાર્યકરો પર ફોડ્યું હતું.

Priyanka Gandhi mayawati

કાર્યકરો પર રોષ ઠાલવતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અમુક કાર્યકર્તાઓએ દિલથી કામ નહોતું કર્યું. જો કે બાદમાં તેઓએ કાર્યકરોનો હોંસલો બુલંદ કર્યો હતો તેમજ લોકસભા ચૂંટણીમાં મળેલ હારને ભૂલીને નવેસરથી પાર્ટીને મજબૂત બનાવવામાં લાગી જવાનું આહવાન કર્યું હતું.

READ ALSO

Related posts

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

Mansi Patel

મહિલાઓની સામે થતાં અપરાધ પર બોલ્યા રાહુલ ગાંધી, હિંસામાં વિશ્વાસ રાખતા ચલાવી રહ્યા છે દેશ

Mansi Patel

ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!