GSTV

પ્રિયંકા ગાંધીને સોનભદ્ર જતાં અટકાવાયાં, સોનભદ્ર અથડામણમાં પાંચ અધિકારી સસ્પેન્ડ, ૨૯ લોકોની ધરપકડ

Last Updated on July 20, 2019 by Mayur

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે સોનભદ્ર જતાં અટકાવાયા હતા. પરંતુ તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા. સોનભદ્રમાં આ સપ્તાહે એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જૂથ પર અંગત ગોળીબાર કરતાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં.  આ ઘટનામાં ૧૭મી જુલાઇની તપાસ સમિતિના અહેવાલના આધારે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને ૨૯ લોકોની ધરપકડ કરાઇ છે તેમ મુખ્યમંત્રી આદિત્યનાથે જણાવ્યું હતું.

પ્રિયંકા પીડિત પરિવારોને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે સ્થાનિક પોલીસે મિર્ઝાપુર જિલ્લાના નારાયણપુર ખાતે તેમની અટકાયત કરી હતી. પોલીસ કાર્યવાહીના વિરોધમાં પ્રિયંકા આજે રાતે મિર્ઝાપુરમાં જ રોકાશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની ધરપકડ અને સોનભદ્ર જતાં અટકાવવા અંગે ટ્વિટ કરી જણાવ્યું કે, ‘મેં કોઈ કાયદો તોડયો નથી, કોઈ ગૂનો કર્યો નથી.

મેં સવારે જ સ્પષ્ટ કર્યું હતું કે તંત્ર જે રીતે ઈચ્છે તે રીતે હું એકલી પણ તેમની સાથે પીડિત પરિવારોને મળવા આદિવાસીઓના ગામ જવા તૈયાર છું. પરંતુ ઉત્તર પ્રદેશ તંત્રે છ ક્લાકથી મારી ધરપકડ કરી ચુનાર કિલ્લામાં મને રાખી છે. તંત્રનું કહેવું છે કે મારે ૫૦,૦૦૦ના જામીન આપવા પડશે અન્યથા મને ૧૪ દિવસની જેલની સજા થશે. પરંતુ તેઓ મને સોનભદ્ર નહીં જવા દે તેવો તેમને ઉપરથી આદેશ છે.’

સોનભદ્રની ઘટનાના રાજકીય સ્તરે ઉગ્ર પડઘાં પડયાં હતાં. ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પોલીસની કાર્યવાહીની ટીકા કરતી હતી અને કહ્યું હતું કે પ્રિયંકાની ‘ગેરકાયદે’ રીતે ધરપકડ કરાઈ છે અને ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યમાં લોકશાહીનું ગળુ દબાવી રહી છે. સોનભદ્ર ગોળીબારકાંડનો વિવાદ વકરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયની ખાતરી આપી હતી અને કહ્યું કે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ચાર અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ ઘટનામાં ગામના સરપંચ યજ્ઞા દત્ત અને તેના ભાઈ સહિત ૨૯ લોકોની ધરપકડ કરાઈ છે. અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ના નેતૃત્વમાં એક સમિતિ૧૦ દિવસમાં વિધાનસભામાં આ ઘટનાનો અહેવાલ આપશે તેમ આદિત્યનાથે જણાવ્યું હતું.

સોનભદ્રના ગોરવાલ વિસ્તારમાં જમીનના એક વિવાદમાં ગામના સરપંચ તેમજ તેમના ટેકેદારો અને ગોન્ડ આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણમાં ૧૦ના મોત નીપજ્યાં હતાં અને ૧૮ને ઈજા પહોંચી હતી. પ્રિયંકા સોનભદ્ર જતા પહેલાં બીએચયુ ટ્રોમા સેન્ટરમાં ઈજાગ્રસ્તોને મળ્યાં હતાં.ઉત્તર પ્રદેશ (પૂર્વ)ના કોંગ્રેસ મહાસચિવને વારાણસી-મિર્ઝાપુર સરહદે અટકાવાયા હતા.

તેઓ ધરણા પર બેસતાં તેમને નજીકના ગેસ્ટહાઉસમાં લઈ જવાયા હતા. પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું કે, ‘તેઓ માત્ર ચાર લોકો સાથે આગળ જશે. તે પીડિત પરિવારોને મળવા માગે છે.’ દિલ્હીમાં રાહુલ ગાંધીએ તેમની બહેનની અટકાયતને ‘ગેરકાયદે ધરપકડ’ ગણાવી હતી. તેમણે કહ્યું કે સત્તાનો આપખુદ અમલ ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારની વધતી અસલામતી દર્શાવે છે.

READ ALSO

Related posts

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!