GSTV
Home » News » પ્રિયંકા ગાંધી હવે Twitter પર : આ સાત લોકોને કર્યા ફોલો, ગણતરીની મિનિટોમાં ફોલોઅર્સના ઢગલા

પ્રિયંકા ગાંધી હવે Twitter પર : આ સાત લોકોને કર્યા ફોલો, ગણતરીની મિનિટોમાં ફોલોઅર્સના ઢગલા

કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટ પર એન્ટ્રી થઈ. તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ શરૂ કર્યુ. શરૂઆતના તબક્કામાં તેમણે સાતને ફોલો કરવાની શરૂઆત કરી. જેમા રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ સહિત સુરજેવાલા અને નેશનલ કોંગ્રેસનો સમાવેશ થાય છે.

આજે થશે પ્રિયંકાનો રોડ શો

પૂર્વ ઉત્તર પ્રદેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલીવાર યુપીની મુલાકાતે આવ્યા છે. તેઓ લખનઉ એરપોર્ટ પર પહોંચતા કોંગ્રેસના કાર્યકરોએ પ્રિયંકા ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યુ છે. જે બાદ એરપોર્ટથી પ્રિયંકા ગાંધીનો રોડ શો શરૂ થવાનો છે.

રોડ શો દરમ્યાન પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા લખનઉમાં ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્થાન આપવામાં આવ્યુ છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે,  આ ગઈ બદલાવ કી આંધી, રાહુલ સંગ પ્રિયંકા ગાંધી… જ્યારે કેટલાક પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને મા દુર્ગાના રૂપ તરીકે દર્શાવવામાં આવ્યા છે.  આ ઉપરાંત શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ લગાવેલા પોસ્ટર બાદ કોંગ્રેસ કાર્યાલયને પણ દુલ્હનની જેમ શણગારવામા આવ્યુ છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જે બાદ તેઓ  લખનઉના પ્રવાસે છે. તેઓ યુપીમાં ચાર દિવસ સુધી રહેવાના છે અને કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરવાના છે.

READ ALSO

Related posts

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah

સીબીઆઈના આ સવાલો પી. ચિદમ્બરમને કોર્ટમાં પડ્યા ભારે, 3 વકીલોની ફૌજ પણ જેલ જતા ના રોકી શકી

Riyaz Parmar

જ્યાં દાદા ચોકિદાર અને પિતા ડ્રાઈવર છે તે જ હાઈકોર્ટમાં જજ બનશે આ વ્યક્તિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!