GSTV
Home » News » કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાનાં ઘરમાં ઘૂસવાવાળી કારની થઈ ઓળખ, કોંગ્રેસ નેતાનાં દિકરાની હતી આ કાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાનાં ઘરમાં ઘૂસવાવાળી કારની થઈ ઓળખ, કોંગ્રેસ નેતાનાં દિકરાની હતી આ કાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાં ક્ષતિ પોહંચાડાવના મામલામાં કાર માલિકનો ખુલાસો થયો છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર પ્રિયંકાનાં ઘરમાં ઘૂસવા વાળી કાર ચંદ્ર શેખર ત્યાગીની છે. જે કોંગ્રેસનાં નેતાનાં દિકરા છે. સાથે સાથે તેઓ એમએલસી ચૂંટણીમાં ટિકિટનાં દાવેદાર પણ છે. કાર મેરઠમાં રજીસ્ટર્ડ છે. હાલમાં સમગ્ર મામાલાની તપાસ ચાલું છે.

ત્યારે શેખર ત્યાગીએ નિવેદન આપ્યું કે ઘર પર કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. ત્યાં કોઈ ગાર્ડ પૂછવાવાળું નહોતું. પછી અને ઘરમાં જતા રહ્યા હતા. શેખર ત્યાગીએ જણાવ્યું કે તે ઓ ખરખૌદા ક્ષેત્રથી ચૂંટણી લડી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરની બપોરનાં લગભગ 2 વાગે એક કાળા કલરની સ્કોર્પિયો કાર પ્રિયંકા ગાંધીનાં નિવાસ્થાન પર આવી હતી. તે સમયે તેમની ઓફિસમાં બેઠક ચાલી રહી હતી. તેમનો એક સહયોગી બહાર આવીને સ્કોર્પિયોથી ઉતરેલા લોકોને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે. કારમાં બે પુરુષ ત્રણ મહિલા એન એક બાળક હતા. તેમણે જણાવ્યું કે તેઓ પ્રિયંકા ગાંધી સાથે એક ફોટો પડાવવા ઈચ્છે છે.

પ્રિયંકા ગાંધીની ઓફિસનાં કર્મચારીઓએ ત્યાં હાજર કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)ને પૂછ્યું કે આ લોકો અંદર કેવી રીતે આવી ગયા તો જવાબ મળ્યો કે નિવાસ્થાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસની છે.

જેનાં પર આરોપ અને પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા.

READ ALSO

Related posts

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari

નાગરિકતા સંશોધન બિલ વિરોધ : ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યૂ, 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!