GSTV
Home » News » પ્રિયંકાએ ભાજપના કાર્યકરો પર ફૂલ અને કોંગ્રેસના ઝંડા ફેંક્યા

પ્રિયંકાએ ભાજપના કાર્યકરો પર ફૂલ અને કોંગ્રેસના ઝંડા ફેંક્યા

campaigning for the first phase

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં પ્રચાર કર્યો. દરમિયાન બિજનૌરમાં તેમના રોડ શોમાં હંગામો મચ્યો. રોડ શો દરમિયાન પીએમ મોદીના નારા લાગ્યા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું.

પ્રિયંકા ગાંધી બિજનૌરમાં કોંગ્રેસના ઉમેદવાર નસીમુદ્દીન સિદ્દીકીના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા ત્યાં ભાજપના કેટલાક કાર્યકરો આપ્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમની પર ફૂલ અને કોંગ્રેસના ઝંડા ફેંક્યા. બાદમાં બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી ગયા. કોંગ્રેસના કાર્યકરોએ ચોકીદાર ચોર છે તેવા નારા લગાવ્યા તો ભાજપના કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવ્યા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી રોડશૉ પર આવવાના હતા. પરંતુ રેલીનો કાર્યક્રમ ખરાબ હવામાનના કારણે રદ્દ કરવામાં આવ્યો. જે પછી પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે રોડ-શૉમાં પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!