GSTV
Home » News » ‘અપના ટાઈમ આયેગા’ કોંગ્રેસને વેન્ટીલેટરમાંથી જીવંત કરવા આજે પ્રિયંકાનો રોડ શો

‘અપના ટાઈમ આયેગા’ કોંગ્રેસને વેન્ટીલેટરમાંથી જીવંત કરવા આજે પ્રિયંકાનો રોડ શો

લોકસભા ચૂંટણી 2019 પહેલા ઉત્તર પ્રદેશમાં વેન્ટિલેટરમાં પડેલી કોંગ્રેસની સરકારને જીવંત કરવાનું કામ પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધી હવે કોંગ્રેસના મહાસચિવ છે અને ઉત્તરપ્રદેશની 40 લોકસભા સીટોની જવાબદારી તેમના ખંભ્ભા પર છે. આજે જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે રોડ શો કરી પોતાની તાકાતનો પરચો બતાવશે. સાથે જ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાના નામ પર જીતનો સ્વાદ ચાખવાના પહેલા અધ્યાયમાં પ્રવેશ કરશે.

કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળ્યા બાદ પહેલી વાર પ્રિયંકા ગાંધી રાજધાની લખનઉમાં રોડ શો કરી રહી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરના જણાવ્યા પ્રમાણે રાજનૈતિક ઈતિહાસનો આ સ્વર્ણિમ દિવસ હશે. પણ એવામાં પ્રશ્ન એ છે કે જ્યાં ખરાબ દિવસ ચાલી રહ્યો છે તે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી સંજીવની સાબિત થશે.

પ્રિયંકાનો રોડ શો

લખનઉ અમૌસી એરપોર્ટથી લઈને કોંગ્રેસ કાર્યાલય સુધી પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા રસ્તાઓમાં પોસ્ટર અને બેનરો લાગી ચૂક્યા છે. સવારે 11 વાગ્યે પ્રિયંકા અને રાહુલ લખનઉ એરપોર્ટ પરથી રોડ શો શરૂ કરશે. પ્રદેશ કોંગ્રેસ ઓફિસ સુધી પહોંચશે. કાનપૂર, ઉન્નાવ, સીતાપૂર, લખીમપૂર, ફૈઝાબાદ, સુલ્તાનપુર, પ્રતાપગઢ, અમેઢી, રાયબરેલી, બારાબંકી, ફૈઝાબાદ જેવા વિસ્તારોના જિલ્લા કાર્યકર્તાઓ પ્રિયંકા અને રાહુલ ગાંધીના સ્વાગત માટે પહોંચશે.

કોંગ્રેસની ખરાબ હાલત

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાસે 2 સાંસદ, 6 ધારાસભ્યો અને એક એમએલસી છે. આ સિવાય ગઢની રાજધાનીમાં પાર્ટી પ્રતિશત સિંગલ ડિઝીટમાં છે. અધ્યક્ષના નામ સિવાય કોઈ પણ ધારાસભ્યના નામ નથી. જેના કારણે પાર્ટીની હાલત યુપીમાં ખૂબ જ ખરાબ છે. બીજી તરફ પ્રચંડ બહુમતી સાથે ભાજપના 311 ધારાસભ્યો છે. સાથે 68 સાંસદ પણ છે. એવામાં પ્રિયંકા માટે મોટી જવાબદારી રહેવાની.

પ્રિયંકા સામે ચેલેન્જ

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી માટે સૌથી મોટી ચેલેન્જ એ રહેશે કે, સંગઠનને ફરી ઉભું કરવું પડશે. હવે જ્યારે લોકસભા ચૂંટણીઓ નજીક છે. ત્યારે પક્ષને ફરી ફિનીક્ષ પક્ષીની માફક ઉભું કરવું પડશે. અત્યાર સુધી તો કોઈ પ્રકારની મજબૂત વોટ બેન્ક નજર નથી આવી રહી. જે વોટ બેન્કને ફરી ભરવી પડશે. બીજી તરફ સપા અને બસપાનું ગઠબંધન પણ આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

પૂર્વાંચલ એટલે બીજેપીનો ગઢ

દેશની સત્તા યુપીના રસ્તામાંથી થઈને જાય છે. આ માટે પૂર્વી ઉત્તર પ્રદેશને જીતવું ખૂબ જ જરૂરી છે. પૂર્વી ઉત્તર પ્રદેશ વિશેષ પૂર્વાંચલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપૂર સહિતની મહત્વની સીટો આવેલી છે. અત્યારના સમયમાં પૂર્વાંચલ બીજેપીનો ગઢ છે. એવામાં પૂર્વાંચલમાંની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપીને કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. પ્રિયંકા એ રાજનીતિમાં પગ રાખતાની સાથે જ કાર્યકર્તાઓમાં પણ જોશ આવ્યો છે.

2009માં પૂર્વાંચલની 18 સીટો કોંગ્રેસના ખિસ્સામાં

પ્રિયંકાને લોકસભામાં યુપીની 80 સીટોમાંથી મહત્વની 42 સીટોની જવાબદારી સોંપવામાં આવી છે. બાકીની 38 સીટોનો કાર્યભાર જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં છે. પ્રિયંકા પાસે 42 સીટ છે જેને તેણે જીતમાં તબ્દિલ કરવાની છે. 2009માં કોંગ્રેસ 18 સીટો જીતવામાં સફળ રહી હતી. આ કારણે જ કોંગ્રેસને પ્રિયંકાથી ખાસ્સી આશા છે.

પૂર્વાંચલના આ જિલ્લાઓ પર નજર

પૂર્વી ઉત્તર પ્રદેશ એટલે કે પૂર્વાંચલના વારાણસી, ગોરખપૂર, ભદ્રોહી, ઈલાહાબાદ, મિર્ઝાપૂર, પ્રતાપગઢ, જૌનપૂર, ગાઝીપૂર, બલિયા, ચંદૌલી, કુશીનગર, મઉ, આઝમગઢ, દેવરિયા, મહારાજગંજ, બસ્તી, સોનભદ્ર, સંત કબીરનગર અને સિદ્ધાર્થનગર જેવા મહત્વના જિલ્લાઓ આવે છે. આ વિસ્તારોમાં સૌથી વધુ બ્રાહ્મણ મતદાતાઓની સંખ્યા છે. જેને મજબૂત કરવાનું કામ પણ પ્રિયંકાના હાથમાં છે.

READ ALSO

Related posts

પંકજા મુડેની ભાજપને ખુલ્લેઆમ ચેલેંજ : ભાજપ ઈચ્છે તો કાઢી શકે છે, ખડસેએ પણ પાર્ટી છોડવાની આપી ચીમકી

Nilesh Jethva

રામમંદિર કેસ નહીં ખૂલે ફરી, સુપ્રીમે ફગાવી દીધી તમામ પુર્નવિચાર અરજીઓ

pratik shah

ભાજપ સરકાર અને સંગઠનમાં ડખા, ભીંસમાં સરકારને નથી આપતું સંગઠન સાથ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!