GSTV
Home » News » પ્રિયંકા ગાંધીએ Twitter પર સાધ્યુ BJP સરકાર પર નિશાન, પૂછ્યો આ મોટો સવાલ

પ્રિયંકા ગાંધીએ Twitter પર સાધ્યુ BJP સરકાર પર નિશાન, પૂછ્યો આ મોટો સવાલ

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અલ્હાબાહ વિશ્વવિદ્યાલય છાત્ર સંઘને ભંગ કરવાનો વિરોધ કરી રહેલાં NSUIના એક નેતાના સસ્પેન્શનને લઈને મંગળવારે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ અને સવાલ કર્યો હતો કે, આખરે જનતા દ્વારા ચૂંટાયેલી આ સરકાર વિદ્યાર્થીઓની ચૂંટણી અને તેમના અવાજથી તેમ ડરે છે?

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી છે, “ અલ્હાબાહ વિશ્વવિદ્યાલય છાત્રસંઘને ભંગ કરવાનો વિરોધમાં અવાજ ઉઠાવનારા NSUIનાં છાત્રસંઘ ઉપાધ્યક્ષ અખિલેશ યાદવને પ્રશાસને સસ્પેન્ડ કરીને બ્લેક લિસ્ટ કરી દીધો છે.” તેમણે પુછ્યુ,”ભાજપની સરકાર તો પોતે ચૂંટાઈને આવી છે. પરંતુ વિદ્યાર્થીઓની ચૂંટણી અને તેમના અવાજથી આટલી કેમ ડરે છે. આ તાનાશાહી નહીં તો બીજુ શું છે?“

priyanka gandhi exit poll

અહેવાલો મુજબ, વિશ્વવિદ્યાલય પ્રશાસને પરિસરમાં અરાજકતાં ફેલાવવા અને અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ લગાવીને વિદ્યાર્થી નેતા અખિલેશ યાદવને સસ્પેન્ડ કરી દીધો છે. જોકે, NSUIનો દાવો છેકે, વિદ્યાર્થી સંઘને ભંગ કરવાનો વિરોધ કરવાને કારણે યાદવને સજા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

જમ્મુના કિશ્તવાડમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ, BJP નેતાઓની હત્યાનો લાગ્યો છે આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!