GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રેલ ફેક્ટરીમાં આ કારણે હડતાળ કરનારા વર્કરોને રાયબરેલીમાં મળ્યા પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીમાં રેલ કોચ ફેક્ટરીના ખાનગીકરણ વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓને મળ્યા હતા. અહીં કર્મચારીઓ પાછલા કેટલાક દિવસોથી રેલવેના કથિત ખાનગીકરણ વિરુદ્ધ અવાજ બુલંદ કરી રહ્યા છે. તો કોંગ્રેસ પણ રાયબરેલી કોચ ફેક્ટરીના ખાનગીકરણને લઈ સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.

જુલાઈમાં રેલવે બોર્ડે પોતાના વિભિન્ન ઝોનમાંથી રેલવેના કથિત ખાનગીકરણ વિરુદ્ધ શ્રમિક સંઘ દ્વારા ત્રિદિવસીય હડતાલમાં ભાગ લેનારા કર્મચારીઓ અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો હતો. અને તેમની સામે કડક પગલાં સલેવા જણાવ્યું હતું. આ હડતાલ પહેલા કર્મચારી વિરોધ કૂચ પણ કરી ચૂક્યા છે.

આ મામલાને લઈ જુલાઈમાં જ સોનિયા ગાંધીએ લોકસભામાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બે હજારથી વધુ મજૂરો અને કર્મચારીઓનું ભવિષ્ય સંકટમાં છે. જેના જવાબમાં રેલપ્રધાન પીયુષ ગોયલે કહ્યું હતું કે 2014 સુધી રાયબરેલીના રેલ કોચ ફેક્ટરીમાં કોઈપણ પ્રકારનું કોઈ કામ થયું નથી. પાછલા વર્ષે અહીં કોચનું પ્રોડક્શન કામ શરૂ થયું હતું. આજે આ કારખાનામાંથી લગભગ 1400 કોચનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને સ્થાનિકોને ઘણો રોજગાર મળી રહ્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનની BAT એલઓસી ઉપર કરી રહી છે આંતકીઓની મદદ, ઈન્ડિયન આર્મી હાઈએલર્ટ

Mansi Patel

હેલ્ધી રહેવાં જો સલાડ ખાતા હોય તો પહેલાં આ વાંચી લો

Bansari

દુધ કેમ પીવું જોઈએ? , આ છે સૌથી ઉત્તમ જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!