GSTV
Gujarat Government Advertisement

સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ પૂછતાં ભાજપે આપ્યો આ વળતો જવાબ

Last Updated on February 22, 2020 by Mansi Patel

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્રમ્પની મુલાકાત પાછળ થનારા ખર્ચને લઇને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે ટ્રમ્પના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. પરંતુ આ રૂપિયા એક સમિતિ દ્વારા ખર્ચાઇ રહ્યા છે. જો કે ખુદ સમિતિના સભ્યોને જ એ ખબર નથી કે તેઓ તેના સભ્યો છે. શું દેશને એ જાણવાનો હક નથી કે ક્યા મંત્રાલયે સમિતિને કેટલા રૂપિયા આપ્યા. સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે તેવો સવાલ પણ પ્રિયંકા ગાંધીએ પૂછ્યો.

ભાજપે આપ્યો આ જવાબ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઇને કોંગ્રેસના સવાલો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસને વળતો સવાલ પૂછ્યો કે ટ્રમ્પની મુલાકાત એ વિશ્વના સૌથી મોટા અને વિશ્વના સૌથી જૂના લોકતંત્રનું મિલન છે. ત્યારે કોંગ્રેસ આ મુલાકાતથી ખુશ કેમ નથી.

સંબિત પાત્રાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધવાથી કોંગ્રેસ દુઃખી કેમ છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોમાં આ સૌથી ગૌરવવંતી ક્ષણ છે. ત્યારે મારી કોંગ્રેસને સલાહ છે કે તે ચિંતા કરવાને બદલે દેશની ઉપલબ્ધિઓ પર ગર્વ કરે. તેમણે કહ્યું કે જે વેપારી અને સંરક્ષણ કરાર આજે અમેરિકા સાથે થઇ રહ્યા છે તે આપણે યુપીએના કાર્યકાળમાં વિચારી પણ નહોતા શકતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી આત્મનિરિક્ષણ કરવાને બદલે સવાલો ઉઠાવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!