GSTV

પ્રિયંકા ગાંધીના ઇન્ડિયા ગેટ પર ધરણાં, ભારત એ ગુંડાઓની જાગીર નથી

મહિલાઓની સુરક્ષા મામલે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં ધરણા પર બેઠી છે. જામિયામાં થયેલા પ્રદર્શનમાં અનેક છાત્રાઓ ઘાયલ થઈ છે. છાત્રાઓનો આક્ષેપ છે કે પોલીસે તેમની પર હુમલો કર્યો છે અને અશ્રુગેસના ગોળાઓ છોડ્યા છે. આ વચ્ચે એ પણ સમાચાર છે કે, સરકારે 3 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. ડીએમઆરસીના જણાન્યા અનુસાર પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગભવન મેટ્રો સ્ટેશન પર મેટ્રો નહીં રોકાય. કોંગ્રેસના મોટા નેતાઓ પ્રિયંકા સાથે હાલમાં ધરણા પર બેઠેલા છે.

પ્રિયંકા ગાંધી સાથે તેમના સમર્થકો પણ ધરણા પર બેઠા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે દેશ ગુંડાઓની જાગીર નથી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના જણાવ્યા અનુસાર, 2 કલાકનું આ વિરોધ પ્રદર્શન 4 વાગ્યાનું શરૂ થયું છે. નાગરિકતા સંશોધન કાયદા સામે વિરોધ પ્રદર્શનને પગલે જામીયામાં હિંસક પ્રદર્શન થયું છે. બસોને આગ પણ ચાંપાઈ છે. પ્રિયંકા ગાંધીની સાથે કેસી વેણુગોપાલ, પૂર્વ રક્ષામંત્રી એકેએન્ટોની, અહમેદ પટેલ અને અન્ય નેતાઓ પણ જોડાયા છે.

પીએમ મોદીએ આજે કરી છે આ અપીલ

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશના કેટલાંક વિસ્તારોમાં થઈ રહેલાં હિંસક પ્રદર્શન પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યા છે. પીએમ મોદીએ દેશમાં શાંતિની અપીલ કરી છે અને હિંસક પ્રદર્શન ન કરવાનું કહ્યું છે. પીએમ મોદીએ લખ્યું કે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ જે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે તે નિંદનીય છે.

વડાપ્રધાન લખ્યું કે દલીલ, ચર્ચા અને અસંતોષ લોકશાહીનો ભાગ છે પરંતુ સાર્વજનિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું અને સામાન્ય લોકોના જીવનને પ્રભાવિત કરવું તે લોકતંત્રનો હિસ્સો નથી. વડાપ્રધાને કહ્યું કે આ સમય શાંતિપૂર્વક વર્તન કરવાનો અને એકતા દેખાડવાનો છે. સાથે જ તેઓએ કોઈ પણ પ્રકારની અફવા અને જૂઠાણાં બચવાનું પણ જણાવ્યું છે.

પીએમએ વધુમાં લખ્યું કે નાગરિકતા સંશોધન એક્ટ સંસદના બંને ગૃહ દ્વારા પાસ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને સાંસદોને તેનું સમર્થન કર્યુ છે. આ એટ ભારતની જૂની સંસ્કૃતિ જે ભાઈચારો શિખવાડે છે તેનો સંદેશ આપે છે. સાથે જ વડાપ્રધાને કહ્યું કે ભારતના તમામ નાગરિને વિશ્વાસ અપાવવા માગુ છું 

નાગરિકતા સંશોધન એક્ટ કોઈ પણ ધર્મના નાગરિકને પ્રભાવિત નથી કરતા. કોઈએ પણ આ એક્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. પીએમએ કહ્યું કે આપણે સ્વાર્થી સમૂહને આ પ્રકારે આપણી વચ્ચે ભાગલા પાડવા અને અશાંતિ પેદા કરવાની મંજૂરી ન આપી શકાય.


Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!