GSTV

રાહુલની નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયની નોટિસને બહેન પ્રિયંકા શું માને છે, આપી આવી પ્રતિક્રિયા

Last Updated on May 1, 2019 by

કોંગ્રેસ પ્રમુખ અને પોતાના ભાઇ રાહુલ ગાંધીને નાગરિકતા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફટકારેલી નોટિસને નિરર્થક ગણાવતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે શાસક પક્ષ ભાજપ હારી જવાના ડરના કારણે આવી કાર્યવાહી કરી રહી છે. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે મેં આવી નિરર્થક વાત ક્યારેય સાંભળી નથી. બધા જ જાણે છે કે રાહુલનો જન્મ ભારતમાં થયો છે અને તે અહીં જ મોટા થયા છે.

સમગ્ર દેશ જાણે છે કે રાહુલ હિન્દુસ્તાની છે. તેનો જન્મ તેમની સામે થયો. તેમની સામે તે મોટો થયો. ગૃહ મંત્રાલય આવી નિરર્થક વાતો પર શા માટે ધ્યાન આપી રહ્યું છે?  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યાં છે અને ૬ મેના રોજ પાંચમાં તબક્કા હેઠળ અમેઠીમાં ચૂંટણી થવાની છે.  ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી પંદર દિવસની અંદર પોતાની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!