GSTV

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Last Updated on July 20, 2019 by Arohi

યુપીના સોનભદ્રમાં થયેલા હત્યાકાંડ બાદ પીડિતોને મળવા નીકળેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે અને તેઓએ ચુનારના ગેસ્ટ હાઉસમાં જ રાત વાતાવી હતી. સોનભદ્રના ઘેરાવાલ વિસ્તારમાં બુધવારે ગ્રામ પ્રધાન અને ગોંડ આદિવાસીઓ વચ્ચે જમીનના એક ટુકડાને લઈને ઘર્ષણ થયુ હતુ.

જેમાં 10 લોકોની હત્યા કરી દેવાઈ હતી. જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ ઘટનાના મૃતકોને મળવા માટે પ્રિયંકા ગાંધી જઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે તેમની અટકાયત કરાઈ અને પ્રિયંકા ગાંધીએ ધરણા શરુ કર્યા. પ્રિયંકા ગાંધી ચુનારના ગેસ્ટહાઉસમાં પાણી અને વિજળી વગર જ ધરણા પર બેઠા રહ્યા. ચુનાર ગેસ્ટ હાઉસમાં વિજળી-પાણી અને ભોજનની વ્યવસ્થા કરાઇ ન હતી.

ગેસ્ટહાઉસમાં વીજળી પણ કપાયેલી હતી. ગેસ્ટહાઉસની બહાર અંધકારમાં તેઓ કાર્યકરોની સાથે ધરણા પર બેઠા હતા. તેમણે એક પછી એક ટ્વિટ કરીને યુપીની યોગી સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.

Read Also

Related posts

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah

2024 લોકસભાની તૈયારી / કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા CM મમતા બેનર્જી, ભાજપ સામે વિપક્ષને સંગઠિત કરવા અનુરોધ

Zainul Ansari

અમદાવાદ RTO વહેલી સવારથી મોડી રાત્રી સુધી કરશે કામ, લાયસન્સના કામો માટે 15 કલાક સુધી કાર્યરત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!