GSTV

16 કલાક ખાધા-પીધા વગર પ્રિયંકાએ સાંભળી કાર્યકર્તાઓની વાત, કહીં દીધુ- નહીં ચાલે જૂની કોંગ્રેસ

priyanka gandhi

Last Updated on February 13, 2019 by Karan

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં પાર્ટીને ચુસ્ત દુરૂસ્ત કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. તેનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે મંગળવારે બપોરે લગભગ 1.20 વાગ્યાથી શરૂ થયેલી તેમની બેઠક બુધવારે સવારે 5.15 વાગે પુરી થઈ. 16 કલાક સતત લંચ અને ડિનર કર્યા વગર તે પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાચચીત કરતા કહ્યા. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહી દીધું કે જુની કોંગ્રેસથી કામ નહીં ચાલે. પાર્ટીને નવી શરૂઆત કરવી પડશે. 

લખનઉમાં પ્રિયંકા ગાંધીની બેઠક મંગળવારે બપોરે લગભગ 1.20 વાગ્યાથી શરૂ થયેલી અને બુધવારે સવારે 5.15 વાગે પુરી થઈ. 16 કલાક ખાધા પીધા વગર પ્રિયંકાએ બેક ટૂ બેક મિટિંગ કરી. પાર્ટી કાર્યકર્તાઓનું કહેવું છે કે તે પાર્ટી સદસ્યોની ક્લાસ લઈ રહી છે. બેઠક વખતે ફૂલપુરના લોકોએ આગ્રહ કર્યો કે તે ફૂલપુર પરથી ચૂંટણી લડે તો પ્રિયંકાએ કહ્યું કે તેને ધણી જગ્યાઓ પરથી ચૂંટણી લડવાનો દબાવ કરવામાં આવે છે. પણ હું ફક્ત સંગઠનને મજબુત કરીશ.

કર્યકર્તાઓએ કહી મનની વાત

બેઠકમાં પ્રિયંકાએ ખૂબ ધેર્યથી કાર્યકર્તાઓની વાત સાંભળી. એક કાર્યકર્તાને 5થી 15 મિનિટ બોલવાની તક આપવામાં આવી હતી. જો કોઈ કાર્યકર્તા વધુ સમય લઈ લે તો પ્રિયંકા તેની પુરી વાત સાંભળતા હતાં.

પ્રદેશમાં લાગુ થશે રાયબરેલી ફોર્મુલા

પ્રિયંકાએ કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં એક મહત્વપૂર્ણ વાત કહી કે, જ્યારે તે રાયબરેલી અને અમેઠી પહોંચી ત્યારે ત્યાં પણ કમીટીની સમસ્યા હતી. દેરક કમિટીમાં જરૂરત કરતા વધુ લોકોની મેં છટની કરી છે. પ્રદેશમાં પણ આ જ ફોર્મુલા અપનાવવામાં આવશે. પરંતુ હાલમાં લોકસભા ચૂંટણી નજીક છે અને ટાઈમ ઓછો છે 2019 પછી સંગઠનમાં આ ફેરફાર કરવામાં આવશે. ત્યાં સુધી કાર્યકર્તાઓને ધણી મહેનત કરવી પડશે.

નો સેલ્ફી

પહેલી વખત કોંગ્રેસ કાર્યકર્તા આ રીતે પ્રિયંકાને મળી રહ્યા હતા. દરેક જણ સેલ્ફી લેવા માટે ઉત્સુક હતા પરંતુ એસપીજીએ તેમને સંમજાવ્યું કે સેલ્ફી લેવાની અનુમતી નથી. સુરક્ષાના કારણે સેલ્ફી લેવા પર રોક હતી. દરેક બેઠક બાદ પ્રિયંકાએ કાર્યકર્તાઓ સાથે ગ્રુપ તસ્વીર પડાવી.

Read Also

Related posts

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!