GSTV
Gujarat Government Advertisement

સરકારી બંગ્લો ખાલી કરતા સમયે પ્રિયંકા ગાંધીએ દેખાડી ચાલાકી, જાણો અધિકારીઓને શું કહ્યું

Last Updated on August 1, 2020 by Karan

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નવી દિલ્હીના લોધી એસ્ટેટ વિસ્તારમાં સ્થિત પોતાના સરકારી બંગ્લાને ખાલી કરી દીધો છે. અને તેની ચાવીઓ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગના અધિકારીઓને સોંપી દીધી છે. તો આ બંગ્લો ખાલી કરતા સમયે પ્રિયંકા ગાંધીએ મોટી ચાલાકી દેખાડી અને અધિકારીઓને બંગ્લો દેખાડ્યો અને તેણે કહ્યું કે, હું અહીંયાથી કંઈ લઈને જતી નથી. જેવી રીતે મને મળ્યું હતું તેવી જ રીતે હું છોડીને જાવ છું. કોંગ્રેસના એક નિવેદને જણાવ્યું કે, અધિકારીઓએ બંગ્લાને જોયો અને જાણ્યો કે તે સારી સ્થિતિમાં છે.

હવે આ વિસ્તારમાં રહેશે પ્રિયંકા ગાંધી

તે આધાર ઉપર તેણે સીપીડબ્લ્યુડી તરફથી પ્રિયંકાને આવાસ ખાલી કરવા સાથે જોડાયેલો રીપોર્ટ જાહેર કર્યો છે અને ચાવીઓ આપી છે. પાર્ટીએ કહ્યું કે પ્રિયંકાએ વિજળી, પાણી અને બીજા તમામ બિલોની ચૂકવણી કરી દીધી છે. તે સંપતિ નિદેશાલય તરફથી તરફથી લીઝ રદ્દ કરવાના સંદર્ભે જુલાઈ મહિનાના લાઈસન્સની રકમની અંતિમ આકલનનો રાહ જોઈ રહી છે. પ્રિયંકા સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું કે, તે થોડા દિવસ પહેલા ગુરૂગ્રામમાં રહેશે અને પછી મધ્ય દિલ્હી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેવા માટે ચાલી જશે. સુત્રોનું કહેવું છે કે, પ્રિયંકાએ મધ્ય દિલ્હીમાં પોતાના રહેવા માટે જે મકાન નક્કી કર્યું છે તે રંગરોગાણ અને સમારકામનું કાર્ય ચાલી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!