GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

LIVE પ્રિયંકાની હુંકાર : ભારે જનમેદની વચ્ચે લખનઉમાં 12 કિમી લાંબા રોડ શોનો પ્રારંભ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રોડ શોની શરૂઆત કરી દીધી છે. મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે રેલી માટે તૈયાર કરેલી બસમાં રાહુલ અને પ્રિયંકા સાથે રાજ બબ્બર અને જ્યોતિરાદિત્ય સિંધિયા જોવા મળી રહ્યા છે. લખનઉથી અત્યારે તેઓ 12 કિલોમીટર લાંબો રોડ શો કરશે. જેમાં ભારે જનમેદની ઉમટી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ પ્રિયંકાની રાજનીતિમાં એન્ટ્રી થતા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની સાથે રાહુલ ગાંધી અને જેમને અન્ય 38 સીટોના પ્રભારી બનાવવામાં આવ્યા છે તે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રોડ શોમાં હાજર છે. રોડ શો કરતા પહેલા લોકોને આકર્ષિત કરવા માટે માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર તેમણે એન્ટ્રી કરી હતી.

રફાલનું કાર્ડ પકડી પ્રિયંકાએ કર્યો વિરોધ

લખનઉમાં રોડ શો દરમ્યાન રફાલ ડીલનો વિરોધ પણ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં રફાલ વિમાનનુ પ્લેકાર્ડ લઈને વિરોધ કર્યો હતો. કોગ્રેસે સતત રફાલ ડીલનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધીનો આરોપ છે કે, રફાલ ડીલમાં પીએમ મોદીએ કરોડો રૂપિયાનો ગોટાળો કરી અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો. ગોટાળાને લઈને કોંગ્રેસ જેપીસી તપાસની માગ કરી રહી છે.

રોડ શોનો રૂટ

  • શહીદ પથ તિરાહા
  • અવધ ચૌરાહા
  • આલમબાગ ચૌરાહા
  • નાથા હોટલ તિરાહા
  • હુસૈનગંજ ચૌરાહા
  • બર્લિંગટન ચૌરાહા
  • લાલબાગ તિરાહા
  • હજરતગંજ ચૌરાહા
  • વિક્રમાદિત્ય ચૌરાહા
  • નહેરૂ ભવન

Twitter પર એન્ટ્રી

કોંગ્રેસના મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટ પર એન્ટ્રી થઈ. તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાના નામે વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ શરૂ કર્યુ. શરૂઆતના તબક્કામાં તેમણે સાતને ફોલો કરવાની શરૂઆત કરી. જેમા રાહુલ ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ સહિત સુરજેવાલા અને નેશનલ કોંગ્રેસનો સમાવેશ થાય છે.

પ્રિયંકાના લાગ્યા લખનઉમાં ઠેર ઠેર પોસ્ટરો

રોડ શો દરમ્યાન પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા લખનઉમાં ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા. પોસ્ટરમાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્થાન આપવામાં આવ્યુ છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, આ ગઈ બદલાવ કી આંધી, રાહુલ સંગ પ્રિયંકા ગાંધી. જ્યારે કેટલાક પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને મા દુર્ગાના રૂપ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ લગાવેલા પોસ્ટર બાદ કોંગ્રેસ કાર્યાલયને પણ દુલ્હનની જેમ શણગારવામા આવ્યુ છે. પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જે બાદ તેઓ લખનઉના પ્રવાસે છે. તેઓ યુપીમાં ચાર દિવસ સુધી રહેવાના છે અને કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરવાના છે.

પોસ્ટર વોર

લખનઉમાં પ્રિયંકા ગાંધીના રોડ શોને લઈને પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા. આ પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને યુપીના લૂંટારૂ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી સિવાય પોસ્ટરમાં બસપા અધ્યક્ષ માયાવતી અને સપા અધ્યક્ષના ગઠબંધન પર પ્રહાર કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં સપા અને બસપાના ગઠબંધનને ઠગબંધન ગણાવવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

મોદી સરકારમાં સરકારી દેવું 94 લાખ કરોડ રૂપિયા અને જાહેર દેવું 91 ટકાએ પહોંચ્યું

Pravin Makwana

ગુજરાતમાં એસટી બસને લીલીઝંડી પણ અમદાવાદમાં આ શહેરમાંથી આવતી બસોને નહીં મળે એન્ટ્રી, AMCએ લીધો મોટો નિર્ણય

pratik shah

મ્યાનમારમાં ભુસ્ખલનની મોટી ઘટના, 50ના મોત! 200થી વધુ વિશાળ ખડક નીચે દબાયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!