GSTV
Gujarat Government Advertisement

રાયબરેલીમાં સાંપ સાથે રમત પ્રિયંકા ગાંધીને પડી ભારે, ડીએમએ આપ્યા તપાસના આદેશ

ગુરુવારે કોબરા સાંપ સાથે રમવું પ્રિયંકા ગાંધી વાડ્રા માટે મુશ્કેલી બની શકે છે. મામલાને ગંભીરતાથી લેતા ભારતીય પશુ કલ્યાણ બોર્ડના ડીએમએ ફરિયાદ કરી છે.

બોર્ડના અધિકારી જય પ્રકાશ સક્સેનાએ ડીએમ પાસે બોર્ડે ધ પ્રિવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટૂ એનીમલ્સ અને ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓના ઘણા રંગો જોવા મળે છે. કોઈ વાર ચૂંટણી ભાષણ તો કોઈ વાર વોટર્સને મળવું. પણ પ્રિયંકા ગાંધીનો એક અનોખો અવતાર સામે આવ્યો છે. જેમાં તે સાંપ સાથે રમતા જોવા મળી રહી છે. પોતાની માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં પ્રિયંકા પ્રચાર કરી રહી છે. એ વચ્ચે તે એક મદારીને મળી.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર દરમ્યાન મદારીઓના ગામની પણ મુલાકાત લીધી હતી. જે દરમ્યાન પ્રિયંકા ગાંધીએ મદારી સમુદાયના લોકોની વાતને પણ સાંભળી અને સાપને પોતાના હાથમાં ઉઠાવ્યો હતો. ત્યાપે પ્રિયંકા ગાંધીનો સાપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વપૂર્ણ છે કે, પ્રિયંકા ગાંધીને યુપીની જવાબદારી સોંપવામાં આવતા તેઓ યુપીમા ધુઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ છેલ્લા બે દિવસથી રાયબરેલી અને અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

જિલ્લાઅધિકારી નેહા શર્માએ જણાવ્યું કે જિલ્લાના હંસાના પુરવામાં પ્રિયંકા દ્વારા સાંપને હાથમાં લેવાના મામલમાં ભારતીય પશું કલ્યાણ બોર્ડને ફરિયાદ મળી છે. મામલાની તપાસ માટે એડીએમની અધ્યક્ષતામાં બે સદસ્યની ટીમ બનાવવામાં આવી છે. શુક્રવારે તપાસ પુરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!