GSTV
Home » News » 3 દિવસમાં 34 મીટિંગ અને 33 લોકસભા જીતવા પ્રિયંકા ઘડશે પ્લાન, ભાજપ ટેન્શનમાં

3 દિવસમાં 34 મીટિંગ અને 33 લોકસભા જીતવા પ્રિયંકા ઘડશે પ્લાન, ભાજપ ટેન્શનમાં

સક્રિય રાજનીતિમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એવા સમયે થઇ છે કે જ્યારે કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. તેમ છતાં રાહુલ પ્રિયંકાને રાજકારણમાં લાવી એ દેખાડવા માંગે છે કે લડવામાં અને ઝઝૂમવાનું તેમનું જૂનૂન બિલકુલ ઓછું નથી થયું. કોંગ્રેસ પાસે પ્રિયંકાને રાજનીતિમાં ઉતારવાના અનેક કારણો છે. પ્રિયંકાની એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન પણ થઇ શકે છે પણ હાલના તબક્કે તો ફાયદો જ ફાયદો જોવા મળી રહ્યો છે.

2019ની ચૂંટણીમાં પ્રિયંકારૂપી હુકમનું પાનું મેદાનમાં ઉતાર્યું

2014ની લોકસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે નરેન્દ્ર મોદીનો હુકમના એક્કાની જેમ ઉપયોગ કર્યો હતો. એ જ રીતે કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં પ્રિયંકારૂપી હુકમનું પાનું મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસે પોતાની વાસ્તવિક રાજકીય સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને રાખી પ્રિયંકાને જવાબદારી સોંપી છે. જો કે કોંગ્રેસ માટે આ નિર્ણય ફાયદાકારક છે તો નુકસાન પણ થઇ શકે છે.

કોંગ્રસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં આજે 15 કિલોમીટર લાંબો રોડ શો કર્યો છે. જે રોડ શોમાં પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોડાયા છે. એરપોર્ટથી શરૂ કરીને કોંગ્રેસના કાર્યાલય સુધી યોજાનારા પ્રિયંકા ગાંધીના રોડ શોને લઇને કોંગ્રસના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા બંને પ્રથમ વખત યુપી આવી રહ્યા છે. રોડ શો પૂર્ણ થયા બાદ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા 4 દિવસ સુધી પોતપોતાના વિસ્તારોની લોકસભા બેઠકોની સમીક્ષા પણ કરવાના છે. પ્રિયંકા આ 4 દિવસમાં 34 મીટિંગ કરવાના છે. આ લિસ્ટ જોઈને આપને ચક્કર આવી જશે. હવે પ્રિયંકાની ખરી કસોટી ચાલુ થશે

12 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ

 • સવારે 11થી 12 વાગ્યા સુધી સીતાપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મીટિંગ
 • બપોરે 12થી 1 વાગ્યા સુધી મિશિખ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મીટિંગ
 • બપોરે 1.30થી 2.30 વાગ્યા સુધી મોહનલાલ ગંજ સીટના કાર્યકર્તાઓને મળશે
 • બપોરે 2.30થી 3.30 સુધી લખનઉ લોકસભા સીટના કાર્યકર્તાઓના મળશે.
 • સાંજે 3.30થી 4.30 સુધી ફતેહપુરા લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 4.30થી 5.30 સુધી કૌશામ્બી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
 • સાંજે 5.30થી 6.30 સુધી ફૂલપુર લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 6.30થી 7.30 સુધી પ્રયાગરાજ લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • સાંજે 7.30થી 8.30 સુધી અયોધ્યા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
 • સાંજે 8.30થી 9.30 સુધી આંબેડકરનગર લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે
 • રાતે 9.30થી 10.30 સુધી બહચરાઈ લોકસભા સીટના કાર્યકર્તાઓને મળશે

13 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ

 • સવારે 11થી 12 સુધી કૈસરગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 12થી 1 સુધી શ્રાવસ્તી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 1થી 2 વાગ્યા સુધી ગોંડા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 2.30થી 3.30 વાગ્યા સુધી ડુમરિયાગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 3.30થી 4.30 વાગ્યા સુધી બસ્તી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી સંતકબીરનગર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી મહારાજગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી ગોરખપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 7.30થી 8.30 વાગ્યા સુધી દેવરિયા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 8.30થી 9.30 વાગ્યા સુધી બાંસગાવ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે કરશે.
 • રાતે 9.30થી 10.30 વાગ્યા સુધી લાલગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.

14 ફેબ્રુઆરીનો પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ

 • સવારે 11થી 12 સુધી ઘોષી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 12થી 1 સુધી સલેમપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 1થી 2 વાગ્યા સુધી બલિયા લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • બપોરે 2.30થી 3.30 વાગ્યા સુધી જૌનપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 3.30થી 4.30 વાગ્યા સુધી મછલીશહર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી ગાજીપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 5.30થી 6.30 વાગ્યા સુધી વિવિધ નેતાઓને કોંગ્રેસમાં જોઈનિંગ કરાવવામાં આવશે.
 • સાંજે 6.30થી 7.30 વાગ્યા સુધી ચંદૌલી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે.
 • સાંજે 7.30થી 8.30 વાગ્યા સુધી વારાણસી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે
 • સાંજે 8.30થી 9.30 વાગ્યા સુધી ભદોહી લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે કરશે.
 • રાતે 9.30થી 10.30 વાગ્યા સુધી મિર્ઝાપુર લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
 • રાતે 10.30થી 11 રાબર્ટ્સગંજ લોકસભા સીટના કાર્યકર્તાઓ સાથે મંથન કરશે.

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!