GSTV
Home » News » પ્રિયંકાએ હાર્દિક પટેલ અને અઝરુદ્રિનને કર્યો આદેશ, મદદે 6 સીટર પ્લેન પહોંચ્યું

પ્રિયંકાએ હાર્દિક પટેલ અને અઝરુદ્રિનને કર્યો આદેશ, મદદે 6 સીટર પ્લેન પહોંચ્યું

યૂપીના પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીએ એક ટ્યૂમર પીડિત બાળકીની મદદ કરી છે. કમલા નહેરૂ હોસ્પિટલમાં ટ્યૂમરના ઇલાજ માટે પહોંચેલી બાળકીના પરિવારજનોએ પ્રિયંકા ગાંધીનો સંપર્ક કર્યો. બાળકીના પરિવારજનોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેઓ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા સક્ષમ નહોંતાં. આ ઘટનાની માહિતી મળતાં જ તરત જ પ્રિયંકાએ પગલાં લેવાનાં શરૂ કર્યાં.

પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં ઉમેદવાર યોગેશ શુક્લાનો પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ કેંદ્રીય મંત્રી રાજીવ શુક્લા, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરૂદ્દીનને બાળકીને તરત જ દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ઇલાજ કરવા લઈ જવાનો આદેશ આપ્યો. ઉતાવળમાં રાજીવ શુક્લાએ પ્રચારનું કાર્ય અધવચ્ચે જ મૂક્યું અને બાળકીને દિલ્હીમાં આવેલી એમ્સમાં લઈ જવાની કામગીરી શરૂ કરી.

કોંગ્રેસ પદાધિકારી જિતેંદ્ર તિવારીએ જણાવ્યું કે, પર્સનલ વિમાન 6 સીટર જ હોવાથી પૂર્વ કેંદ્રીય મંત્રી રાજીવ શક્લાએ બાળકી અને તેના માતા-પિતા સાથે મોહમ્મદ અઝહરૂદ્દીન અને હાર્દિક પટેલને મોકલી દીધા. રાજીવ શુક્લા મોડી રાત્રે ટ્રેનમાં દિલ્હી જવા નીકળશે. તેમણે જણાવ્યું કે બાળકીને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પ્રિયંકા ગાંધી પોતે પણ હાજર રહેશે.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!