GSTV
Home » News » ચોકીદારની જરૂર અમીરોને હોય, ગરીબો અને ખેડૂતોને નહીં : પ્રિયંકા ગાંધી

ચોકીદારની જરૂર અમીરોને હોય, ગરીબો અને ખેડૂતોને નહીં : પ્રિયંકા ગાંધી

Priyanka Gandhi

કોંગ્રેસમાં બીજા ઇંદિરા ગાંધી તરીકે જાણીતા પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૃ કરી દીધો છે. ઉત્તર પ્રદેશમાં ગંગા યાત્રાની મદદથી પ્રિયંકા ગાંધીએ લોક સંપર્ક શરૃ કરી દીધો છે. હાલ ચોકીદાર શબ્દને લઇને ભારે આરોપો અને કેમ્પેઇન શરૃ થઇ ગયા છે. જેને પગલે નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળ ટ્વિટર પર ચોકીદાર લગાવી દીધુ છે અને પોતાને ચોકીદાર ગણાવી રહ્યા છે. જેને પગલે પ્રિયંકા ગાંધીએ ટોણો મારતા કહ્યંુ હતું કે અમીરોને ચોકીદારની જરુર પડે, ગરીબો અને ખેડૂતોને નહીં.

 પ્રિયંકા ગાંધીએ ગંગા નદીમાં નાવડીની મદદથી લોકસંપર્ક શરૃ કર્યો હતો. પ્રિયંકા ગાંધીની આ ગંગા યાત્રા ૧૪૦ કિમી સુધી ચાલશે જે વચ્ચે રોકાશે અને લોકોનો સંપર્ક કરવાના પ્રયાસ કરશે, ત્રણ દિવસ સુધી ચાલનારી આ બોટ યાત્રામાં પ્રિયંકા વચ્ચે પૂજાપાઠ કરતા પણ જોવા મળ્યા છે.  સોમવારે પ્રયાગરાજના સંગમમાં પૂજા કર્યા બાદ પ્રિયંકા બોટમાં સવાર થઇ ગયા હતા, પ્રોટોકોલ તોડીને તેઓ લોકોને મળ્યા હતા અને સંવાદ કર્યો હતો. પ્રિયંકાની આ બોટ યાત્રા કોંગ્રેસના સોફ્ટ હિંદુત્વને વધુ મજબુત કરે તેવી શક્યતાઓ છે.

નરેન્દ્ર મોદી મૈ ભી ચોકીદાર કેમ્પેઇન ચલાવી રહ્યા છે જેને પગલે વળતો પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અમીરોને ચોકીદાર હોય છે ગરીબો અને ખેડૂતોને નહીં. પ્રિયંકા ગાંધીએ આ નિવેદન લોકસંપર્ક દરમિયાન જ કર્યું હતું, પ્રયાગરાજથી વારાણસી સુધી ચાલનારી પ્રિયંકા ગાંધીની આ બોટયાત્રામાં તેઓ યુવાઓને પણ મળી રહ્યા છે. અંતીમ દિવસે પ્રિયંકા ગાંધીની આ યાત્રા વડા પ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચશે. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગઇ કાલે મે ખેડૂતોની મુલાકાત કરી હતી, તેમાંથી કેટલાક ખેડૂતોએ મને કહ્યું હતું કે આ ચોકીદાર અમીરો માટે હોય, અમારા જેવા ગરીબ ખેડૂતો માટે નહીં. આ પહેલા રાહુલ ગાંધીએ રફાલ સોદાને મોટુ કૌભાંડ ગણાવી આરોપ લગાવ્યો હતો કે મોદી માત્ર નિરવ મોદી, અનિલ અંબાણી, વિજય માલ્યા જેવાના જ ચોકીદાર છે ગરીબોના નહીં, બાદમાં તેમણે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો, જેનો જવાબ આપવા મોદીએ મૈ ભી ચોકીદારનો નારો આપ્યો અને પોતાના ટ્વિટર એકાઉન્ટનું નામ પણ બદલીને આગળ ચોકીદાર લગાવી દીધુ હતું, જેનું બાદમાં અન્ય ભાજપી નેતાઓએ પણ અનુકરણ કર્યું હતું. તેથી આ ચોકીદાર શબ્દ ફરી ચર્ચામાં આવી ગયો છે. આ સ્થિતિ વચ્ચે પ્રિયંકા ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે ચોકીદાર અમિરો માટે છે, ગરીબો અને ખેડૂતો માટે નહીં.

પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રા પર એક નજર 

  • પ્રિયંકા ગાંધી ગંગામાં બોટના માધ્યમથી આ યાત્રા પ્રયાગરાજથી શરૃ કરીને ૧૪૦ કિમીનું અંતર કાપી વારાણસી પહોંચશે
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ સહિતના મોટા નેતાઓના મત વિસ્તારોને અસર કરશે 
  • પ્રિયંકા ગંગાની સફાઇનો મુદ્દો પણ ઉઠાવશે, નમામી ગંગે પ્રોજેક્ટ પાછળ કરોડો ખર્ચ્યા પણ પરિણામ યોગ્ય ન આવતા મુદ્દો બનાવશે
  • પ્રિયંકાની આ યાત્રામાં લોકસભાની ૧૧ બેઠકો આવરી લેવામાં આવશે જેમાં પ્રયાગરાજ, ભદ્રોહી, મિર્જાપુર, વારાણસી, કૌશાંબી, ફુલપુર, મછલીશહર, જૌનપુર, સોનભદ્ર, ચંદૌલી અને ગાઝીપુરના લોકોનો પણ સંપર્ક કરશે
  • વારાણસીમાં પ્રિયંકા ગાંધી અહીંના મલ્લાહો સમાજના લોકો સાથે વાતચીત કરશે, જેની વસતી આઠ ટકા માનવામાં આવે છે. આ સમૂદાયનો પ્રભાવ ૨૦ બેઠકો પર પડે છે. 

પ્રિયંકા ગાંધીની બોટયાત્રા માત્ર પિકનિક છે : ભાજપ 

પ્રિયંકા ગાંધીની આ ગંગા યાત્રાને બીજી તરફ ભાજપે પિકનિક યાત્રા ગણાવી હતી, ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય પ્રધાન દિનેશ શર્માએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાડ્રાની આ બોટ કેમ્પેઇન માત્ર પિકનિક છે. અને દરેક ચૂંટણીએ તેઓ આવું કરે છે. તેઓ અહીં આવે છે, બધુ નિહાળે છે, ભાષણો આપે છે અને જેવી ચૂંટણી પુરી થઇ જાય છે તે બાદ તેઓ સ્વિત્ઝર્લેન્ડ કે ઇટાલી જતા રહે છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો હોવાથી ભાજપ અને કોંગ્રેસ બન્ને જોર લગાવી રહ્યા છે.

READ ALSO

Related posts

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

Ankita Trada

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!