GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસ ઉત્તરપ્રદેશની આટલી બેઠકો પર ભાજપના વિજયરથને રોકશેઃ પ્રિયંકા

Last Updated on May 1, 2019 by Arohi

ચૂંટણીમાં ઉભો રહેનાર દરેક ઉમેદવાર વધુ ને વધુ મતો મેળવીને વિજય મેળવવાની કોશિષ કરતા હોય છે, પણ કયારેક કોઇ જગ્યાએ પોતે મત મેળવવા સક્ષમ ન હોય તો બીજાના મત તોડીને તેના વિજયને રોકવાની કોશિષ પણ કરવામાં આવતી હોય છે. દેશમાં આગામી દિવસોમાં હવે પાંચમા તબકકાનું મતદાન થવાનું છે ત્યારે અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકાને એવો વિશ્વાસ છે કે કોંગ્રેસ ચૂંટણીમાં સારૃ પ્રદર્શન કરી શકશે.

તેનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો મળવાનો છે અને બહુ ખરાબ રીતે હારવાનો છે. જે બેઠકો ઉપર કોંગ્રેસ મજબૂત છે ત્યાં ભાજપને જોરદાર ટકકર મળશે અને જયાં અમારી સ્થિતિ સારી નથી ત્યાં અમે એવા ઉમેદવાર ઉભા રાખ્યા છે કે તે ભાજપના ઉમેદવારના મત કાપશે અને તેના વિજયને અટકાવશે.

ઉત્તરપ્રદેશમાં અમેઠી અને રાયબરેલીમાં પોતાની માતા અને ભાઇના પ્રચારમાં ઉતરેલી પ્રિયંકાએ સાલોન વિસ્તારમાં સંબોધતા જણાવ્યું કે તેઓ પરિવારવાદની વાત કરે છે પણ અમેઠીની જનતાનો અમારા પરિવારને પ્રેમ મળયો છે. એ લોકો વંશવાદની વાત કરે છે પણ એ વંશવાદ નથી. તમે અમારા પરિવારને વારંવાર શા માટે જીતાડો છો? હું ૧ર વર્ષની હતી અને અહી આવી ત્યારે અહીં વેરાન અને વગડાઉ જમીન હતી. મને યાદ છે કે મારા પિતાએ તમારા માટે સંઘર્ષ કર્યો છે. જેના લીધે ખેતીમાં હરયાળી દેખાય છે. અમે કામ કર્યું છે એટલે તમે અમને જીતાડો છો.

સલોનનની રેલીમાં પ્રિયંકાએ ભાજપ ઉપર  અમેઠીમાં ચૂંટણી જીતવા માટે સરપંચોને ર૦-ર૦ હજાર રૃપિયા આપ્યાનો આક્ષેપ પણ કર્યો હતો. અમેઠીની જનતા મારા પિતાને પ્રેમ આપી જીતાડયા હતા તેવી રીતે મારા ભાઇને પણ પ્રેમ આપીને જીતાડશે. કેન્દૃીય મંત્રી અને અમેઠીના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની ઉપર એવો આક્ષેપ કર્યો કે ભાજપના ઉમેદવાર પ વર્ષમાં ફકત ૧૬ વખત આવ્યા છે અને જયારે જયારે આવ્યા છે ત્યારે મિડીયાને સાથે લાવી કોઇને કોઇ તમાશો કરે છે.

કોઇ વખત ચપલ તો કયારેક સાડીઓ વહેચવાનો તમાશો કરે છે અને મારા પરિવારને ભાંડે છે. પ્રિયંકાએ એવો આક્ષેપ પણ કર્યો કે તેઓ એમ માને છે કે અહીંના ખેડૂતોને ર૦ હજાર રૃપિયા વહેચવાથી આખા ગામના મતો પોતાની તરફ કરી લેશે ચપલ વિતરણ કરીને દૂનિયાના લોકોને એવું દેખાડાય છે કે અમેઠીના લોકો પાસે ચપલ પણ નથી. અહીં આવું રાજકારણ ચાલે છે.રાહુલ માટે મત માગતા કહયું કે અમે જયારે અહી આવીએ છીએ ત્યારે સૌથી પહેલા અહીંનો ઠપકો ખાવો પડે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta

નારાજગી નડશે/ યુપીમાં ભાજપ યોગીના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે? ભાજપ જીતશે તો પણ શું યોગી બનશે ફરી સીએમ?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!