GSTV
Home » News » ઉત્તર પ્રદેશમાં લોધીપુરમાં પ્રિયંકાએ એવું તો શું જોયું કે ગાડી રોકાવી લીધી, થઈ ગઈ ખુશખુશ

ઉત્તર પ્રદેશમાં લોધીપુરમાં પ્રિયંકાએ એવું તો શું જોયું કે ગાડી રોકાવી લીધી, થઈ ગઈ ખુશખુશ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેની સાદગીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલય પાસે પ્રિયંકા ગાંધીએ એક કોંગ્રેસ કાર્યકર્તાને ભરબપોરે કોંગ્રેસનો પ્રચાર કરતો જોઈને ગાડી રોકાવી હતી. હાલમાં પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધી અને બાઈ રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહી છે.  પ્રિયંકાએ ભુયેમઉ ગેસ્ટહાઉસમાં કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કર્યા બાદ બપોરે કાફલા સાથે અમેઠી માટે રવાના થઈ હતી. ગૌરીગંજ જતા સમયે પ્રિયંકાનો કાફલો લોધીપુરમાં રસ્તામાં ઉભો રહ્યો હતો.  અહીંયા પ્રિયંકાની મુલાકાત એક શખ્સ સાથે થઈ હતી.. અમેઠીમાં રહેતા એક વકીલ અહમદે પોતાની સાઈકલને દુલ્હનની જેમ સજાવી હતી. સાઈકલમાં ચારેય તરફ કોંગ્રેસનાં ઝંડા લગાવેલાં હતા.  

પ્રિયંકાએ રસ્તા પર શખ્સ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન જોરદાર પવન ફૂંકાતા વકીલની સાઈકલ પડી ગઈ હતી. જેને ઉઠાવવામાં પ્રિયંકાએ વકીલની મદદ કરી હતી. પ્રિયંકાની સાથે આવેલાં લોકોએ વકીલનો નંબર લીધો અને કોંગ્રેસ કાર્યાલય આવીને પ્રિયંકાને મળવા માટે કહ્યુ હતુ. મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યુ હતુ કે, લોકો મોદી સરકારથી નારાજ દેખાઈ રહ્યા છે. જેનું પરિણામ ચૂંટણીમાં જોવા મળશે.

read also

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!