GSTV
Gujarat Government Advertisement

ઉન્નાવ મામલામાં પ્રિયંકા ગાંધીના પ્રહાર, ‘80 દિવસો વિત્યા, હજી સુધી ટ્રાયલ પુરુ નથી થયુ’

Last Updated on December 4, 2019 by Mansi Patel

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બળાત્કાર મામલે ફરી એક વખત ઉત્તર પ્રદેશની યોગી સરકારને આડેહાથ લીધી. પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ રેપ કેસને લઇને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર જણાવ્યું કે ઉન્નાવ મામલે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 45 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે.

પરંતુ ઘટના બન્યાને 80 દિવસો વીતી ગયા છે તેમ છતાં હજુ સુધી ટ્રાયલ પૂરી થઇ નથી. તેમણે કહ્યું કે મહિલાઓ વિરૂદ્ધ અપરાધના મામલાઓમાં ઉત્તર પ્રદેશ સૌથી ઉપર છે. ગુનેગારો વિરૂદ્ધ મામલાઓ દાખલ જ નથી થતા. અને તેમાં પણ જો મામલો ભાજપના ધારાસભ્યો કે નેતાઓ સાથે સંકળાયેલો હોય તો પહેલા એફઆઇઆર દાખલ કરવામાં જ મોડું થાય છે.

પછી ધરપકડમાં અને અંતે ટ્રાયલમાં મોડું થાય છે. મહત્વનું છે કે આ પહેલા પ્રિયંકા ગાંધીએ મૈનપુરી નવોદય વિદ્યાલયના મામલે પણ પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી હતી. તેમણે સીએમ યોગી આદિત્યનાથને આ મામલે કડક અને ઝડપી કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. જે બાદ યોગી આદિત્યનાથે મૈનપુરીના ડીએમ અને એસપીને તપાસમાંથી હટાવી દીધા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!