લગ્ન બાદ નિકે આપી સ્પેશિયલ સ્પીચ, પ્રિયંકાની આંખોમાં આવી ગયાં આંસુ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ચુક્યા છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના ગ્રાન્ડ વેડિંગ ચર્ચામાં છે. ખ્રિસ્તી અને હિન્દુ રિતીરિવાજો પ્રમાણે તેઓ લગ્નનાં બંધનમાં બંધાયા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના દિવસે નિકે પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો જેને સાંભળીને એક્ટ્રેસ ભાવુક થઇ ગઇ હતી.


લગ્ન બાદ નિકે પત્ની પ્રિયંકા માટે એક સ્પેશિયલ સ્પીચ આપી, જેને સાંભળીને એક્ટ્રેની આંખો ભરાઇ આવી, સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રિયંકાના ભાઇએ નિકને હિન્દુ રિતીરિવાજો વિશે જણાવ્યું કે 7 ફેરા વચનો સમાન છે. જે અનુસાર વર-વધુ 7 જન્મો માટે એકબીજાના થઇ જાય છે.
આ સાંભળીને અમેરિકન સિંગર ઇમ્પ્રેસ થઇ ગયાં. લગ્નની તમામ વિધી પૂર્ણ કર્યા બાદ નિકે માઇક લીધું અને પ્રિયંકા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.


સૂત્રોએ જણાવ્યા અનુસાર, નિકે વચન આપ્યું કે તે પોતાના વચનનોને પ્રામાણિકતાથી નિભાવશે અને આજીવન પ્રિયંકાનું ધ્યાન રાખશે. આ સાંભળીને પ્રિયંકા ભાવુક થઇ જાય છે.
જણાવી દઇએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે પતિ પત્ની બની ગયા છે અને લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

પ્રિયંકાએ ગ્રીન સાડી પહેરી છે તો સાથે જ એક પરણીત નવવધુની જેમ તે માથામાં સિંદુર, હાથમાં ચુડી અને ગળામાં મંગલસુત્ર પહેરેલી નજર આવી છે પ્રિયંકા અને નિક બંને એક સાથે ઉમેદ ભવનની બહાર નીકળ્યા હતાં અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતાં.


પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે ઓફિશિયલ પતિ પત્ની થઇ ગયા છે. અને આ લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

પ્રિયંકાએ ગ્રીન સાડી પહેરી છે તો સાથે જ એક પરણીત નવવધુની જેમ તે માથામાં સિંદુર, હાથમાં ચુડી અને ગળામાં મંગલસુત્ર પહેરેલી નજર આવી છે. પ્રિયંકા અને નિક બંને એક સાથે ઉમેદ ભવનની બહાર નીકળ્યા હતાં અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. નિક અને પ્રિયંકા એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં હતાં.આ સમયે નિક સિમ્પલ કેઝ્યુઅલ વેરમાં નજર આવ્યો હતો, એક મેકમાં ગૂમ હતા નવપરણિત દંપતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter