GSTV
Home » News » પ્રિયંકા ચોપડાની મુશ્કેલીમાં થયો વધારો, ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુંબઈ કોર્પોરેશને ફટકારી નોટિસ

પ્રિયંકા ચોપડાની મુશ્કેલીમાં થયો વધારો, ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુંબઈ કોર્પોરેશને ફટકારી નોટિસ

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં બોયફ્રેન્ડ નિક જોનસ સાથે પોતાના પ્રેમ સંબંધોને લઇને ખૂબ ચર્ચામાં છે. આ વચ્ચે પ્રિયંકા એક નવી મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓનું માનીએ તો મુંબઇ મહાનગર પાલિકાએ પ્રિયંકાને ગેરકાયદે નિર્માણ કરવા પર કાનૂની નોટીસ જારી કરી છે. જે તેણે ભાડા પર આપી રાખી છે.

બીએમસીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, પ્રિયંકા ચોપરા દ્વારા ભાડા પર આપવામાં આવેલ જગ્યા પર ચાલી રહેલ કરિશ્મા બ્યૂટી સ્પા એન્ડ સલૂમાં ગેરકાયદેસર રીતે એક ફ્લોર બની રહ્યો છે. ઉપરાંત બીએમસીને એ બિલ્ડિંગમાં પણ ગેરકાયેદસર બાંધકામ જોવા મળ્યું ચે જેનો ઉપયોગ પ્રિયંકા ચોપરા પોતાની ઓફિસ તરીકે કરે છે.

બીએમસીએ કહ્યું કે, ‘ચેકિંગ દરિયાન અનેક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. સ્પાની સાથે જોડાયેલ બીજી ઓફિસમાં પણ અનેક ગેરરીતી જોવા મળી હતી. આ જગ્યાનો ઉપયોગ ચોપરા પરિવાર ઓફિસ તરીકે કરે છે. કોર્પોરેશને જગ્યાના માલીક તેમજ ભાડૂઆત બંનેને બે અલગ અલગ નોટિસ પાઠવી છે.

સ્થાનિક લોકોએ બીએમસીને જણાવ્યું કે પ્રિયંકાના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે સ્પા છે એમાં ઘણા પ્રકારના ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ બીએમસીએ તપાસ કર્યું તો ફરિયાદ સાચી નિકળી. બીએમસીએ વાસ્તુ પ્રિસિંક્ટ બિલ્ડીંગના પરિસરની તપાસ કરી જ્યાં જોયું કે પ્રિયંકા ચોપડાનો પરિવાર બિલ્ડીંગ પરિસરને ઓફિસ તરીકે ઉપયોગ કરી રહ્યો છે. ત્યારબાદ બીએમસીએ કાનૂની નોટિસ જારી કરી.

જોકે પ્રિયંકા કેટલીક પેનેલ્ટીની રકમ અને નિયમ મુજબની રકમ ભરીને આ ગેરકાયદેસર બાંધકામની કાયદેસર મંજૂરી મેળવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે આ પહેલા પણ તેમને નોટિસ આપવામાં આવી છે. જોકે કોઈ જવાબ હજુ સુધી નથી મળ્યો પરંતુ આ નોટિસમાં એક મહિનાની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામને તોડી પાડશે.

Related posts

એવું તે શું બન્યું કે બનાસકાંઠાના લોકોએ બંધ કરાવી બેન્કની કામગીરી

Nilesh Jethva

મંદીનાં ડાકલા વાગ્યા: દુનિયાની સૌથી જુની ટ્રાવેલ કંપની Thomas Cookને અલીગઢી તાળું લાગ્યું

Riyaz Parmar

અયોધ્યા વિવાદ: સુપ્રિમ કોર્ટમાં મુસ્લિમ પક્ષે કહ્યુ, માની લઈએ ભગવાન રામનો જન્મ ત્યાં થયો, પરંતુ…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!