GSTV

પ્રિયંકાને ભારત છોડી વિદેશ જવું પડ્યું ભારે, એવું તેને શા માટે કહ્યું બધાએ…

Last Updated on October 15, 2019 by

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંક બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઈ ગઈ છે. લગભગ 50 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે શરૂઆતના ત્રણ દિવસોમાં ખાલી 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે પહેલા દિવસે 2.50 કરોડ, બીજા દિવસે 4 કરોડ અને ત્રીજા દિવસે 4 કરોડ 20 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

પ્રિયંકા ચોપરા ઘણાં સમયથી અમેરિકામાં હતી અને હોલિવૂડ ફિલ્મ બેવોચ અને અમેરિકન ટીવી શો ક્વાંટિકોનું શૂટિંગમાં લાગેલી હતી. છેલ્લી વખત તે ફિલ્મ જય ગંગાજલમાં જોવા મળી હતી. જે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. લાંબા સમય પછી પણ પ્રિયંકા આટલી ખરાબ રીતે શરૂઆત કરશે તે ફેન્સને આશા નહોતી. પરંતુ એવું તો કયું કારણ છે જેના કારણે પ્રિયંકાનું કમબેક આટલું ખરાબ રહ્યું.

પ્રિયંકા લાંબા સમય પછી ભારતથી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી હતી, પરંતુ તેના લગ્નનું કારણ જણાવીને તેણે ફિલ્મમાંથી વોકઆઉટ કરી લીધું હતું. આ નિર્ણય તેણે એ સમયે લીધો જ્યારે સલમાન ખાન સાથે તે કામ કરવાની છે તેની ચર્ચા થઈ રહી હતી. પ્રિયંકાએ અચાનક લીધેલા નિર્ણયથી સલમાનથી લઈ પ્રોડ્યૂસર્સ બધા નારાજ છે અને તેના નિવેદનમાં તે દેખાય છે.

સલમાન ખાને ઘણી જગ્યા પર તેને લઈ ગુસ્સો બહાર કાઢ્યો હતો અને પ્રોડ્યૂસર્સે કહ્યું કે પ્રિયંકાએ તેને જણાવવાનું પણ જરૂર ન સમજ્યું. એટલા માટે સલમાન ખાનના ફેન્સ ખાલી પ્રિયંકાથી નારાજ થઈ ગયા પણ તેના પોતાના ફેન્સ સામે પણ પ્રિયંકાની નેગેટિવ ઈમેજ ઉભી થવા લાગી. એ ઉપરાંત આટલા સમય સુધી બોલિવૂડથી દૂર રહેવું પ્રિયંકાને મોંઘું પડ્યું હતું. કેમકે તેનું ફેન બેસ ઘણું નબળું પડી ગયું છે. એવામાં આવું માનવામાં આવે છે કે તેને ભારત છોડી વિદેશ જવું ભારે પડ્યું. સાથે પ્રિયંકાએ અચાનક ભારત છોડીને એક ઈમોશનલ થીમની ફિલ્મ સાઈન કરી તે સૌથી મોટું નુકસાન રહ્યું છે.

Read Also

Related posts

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સ્કિન રિવીલિંગ કપડાં પહેરવાથી કર્યો ઇન્કાર, તો બિગ બોસની આ પૂર્વ કન્ટેસ્ટન્ટને નથી મળી રહી ઓફર

Damini Patel

OMG: કરણ જોહરે ખરીદી નવી કરોડો રૂપિયાની શાનદાર કાર, કિંમત જાણશો તો હોશ ઉડી જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!