GSTV
Gujarat Government Advertisement

પ્રિયંકા ચોપરાએ ગાયું જોનસ બ્રધર્સનું Sucker સોન્ગ, નિકે આપ્યો આ રીતે સાથ

Last Updated on July 16, 2019 by

પ્રિયંકા ચોપરા તેનો વધુમાં વધુ ટાઈમ પતિ નિક જોનસ સાથે પસાર કરવાની કોશિશ કરી રહી છે. બંને ક્યારેકને ક્યારેક કોઈ ઈવેન્ટ અથવા ડેટ પર જતાં જોવા મળે છે. જોકે તાજેતરમાં જ પ્રિયંકા અને નિકનો એક વીડિયો સામે આવ્યો છે.

તેમાં પ્રિયંકા, જોનસ બ્રધરનું ગીત સકર ગાઈ રહી છે. આ કરાઓકે નાઈટનો વીડિયો છે. વીડિયોમાં પ્રિયંકા, નિકની સાથે ઝૂમતી જોવા મળે છે. પ્રિયંકાએ બ્લેક એન્ડ વાઈટ કલરનો વન પીસ પહેર્યો છે. પ્રિયંકા અને નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રિયંકાના ફેન્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. કેટલાકે પ્રિયંકા અને નિકના ડ્રેસને લઈ ટ્રોલ કરવાની કોશિશ કરી હતી. પ્રિયંકાને હવે ટ્રોલરની વાતોથી કોઈ ફરક પડતો નથી. તે હવે બસ પોતાની લાઈફને એન્જોય કરી રહી છે. તે બંને છેલ્લા કેટલાક દિવસથી ઈટાલીમાં છે.

ત્યાંથી પણ બંનેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાસ્તા બનાવી રહ્યા હતા. આ વીડિયો નિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. તેમાં પ્રિયંકા સાથે કૂકિંગ કરતો જોવા મળ્યો હતો. તેમાં એક શેફ પર જોવા મળે છે જે તેમને રસોઈ બનાવવામાં મદદ કરી રહ્યો છે, તેમાં પ્રિયંકા પાસ્તા બનાવતી જોવા મળે છે.

આ પોસ્ટ સાથે નિકે લખ્યું, ‘Date night cooking extravaganza.’તે ઉપરાંત બંને સૂર્યાસ્ત વખતે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. બંનેએ ઈટાલીની ટ્રિપ ઘણી એન્જોય કરી છે. નિકના આ વીડિયોને લાખો લોકોએ જોયો અને પસંદ પણ કર્યો છે. એક ફેનએ લખ્યું, ‘તેને જોયા પછી મારી આંખોમાં આંસુ આવી ગયા.’ પ્રિયંકાએ થોડા સમય પહેલા જ તેની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!