GSTV
Home » News » પ્રિયંકા ચોપરા જોરજોરથી હસી રહી હતી, નીચે ઉતરી વાંદરીએ કર્યું કંઈક આમ

પ્રિયંકા ચોપરા જોરજોરથી હસી રહી હતી, નીચે ઉતરી વાંદરીએ કર્યું કંઈક આમ

બોલિવૂડ સ્ટાર્સને પોતાના ફેન્સ સાથે બાળપણ સાથે જોડાયેલા કેટલીક ફની વાક્યો શેર કરતાં જોવા મળે છે. સ્ટાર્સની જિંદગીની આવી ચટપટી વાતો અને અજાણી વાતો સાંભળવા માટે ફેન્સ ઘણાં એક્સાઈટેડ હોય છે. એવી જ કંઈક વાત છે જેને પ્રિયંકાએ પહેલા કપિલ શર્માના શોમાં કરી હતી.

ત્યાં દેસી ગર્લ પ્રિયંકાએ કહ્યું હતું કે, એક વાંદરાએ તેને લાફો માર્યો હતો. આ રસપ્રદ કિસ્સાને કહેતા પ્રિયંકાએ કહ્યું કે, તે લખનઉમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. અને અમારી સ્કૂલ પાસે એક ઝાડ હતું. જ્યાં બહુ બધા વાંદરા આવતા હતા. તો એક વાંદરી ઝાડ પર બેસીને પોતાને સાફ કરી રહી હતી. તે જોઈ મને મજાક સૂજી.

હું ઊભી થઈને તેના પર જોર જોરથી હસવા લાગી. હું હસતાં હસતાં બોલી કે આ પોતાને સાફ કરી રહી છે. તો તે નીચે આવી અને મને જોઈ મને લાફો માર્યો અને ઉપર જતી રહી. મને એક વાંદરીએ લાફો માર્યો હતો. પ્રિયંકાની આ વાત સાંભળીને કપિલ શર્મામાં બેઠેલા દર્શકો હસવા લાગ્યા હતા.

પ્રિયંકાના કામની વાત કરીએ તો તો ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં જોવા મળશે. પ્રિયંકા સ્ટારર આ મૂવી ઓક્ટોબરમાં રિલીઝ થશે. સલમાનની ભારત ફિલ્મથી કમબેક કરવાની હતી, પરંતુ તેણે શૂટિંગ પહેલા જ પ્રોજેક્ટ છોડી દીધો હતો.

Read Also

Related posts

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

વરુણ ધવનની કુલી નં-1માં મળ્યો રોલ, કારાવાસ ભોગવી ચૂકેલા રાજપાલ યાદવે જાણો કહ્યું શું

Path Shah

હવે તો પપ્પા બનાવાની ઉંમર થઇ ગઇ… નિક જોનાસનો આ શર્ટલેસ ફોટો જોઇને ફેન્સ શા માટે આવું કહી રહ્યાં છે?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!