GSTV
Home » News » પ્રિયંકા ચોપરાએ શેર કરી Good News, ફેન્સ પણ સાંભળીને થઈ જશે ખુશ

પ્રિયંકા ચોપરાએ શેર કરી Good News, ફેન્સ પણ સાંભળીને થઈ જશે ખુશ

priyanka chopra hollywood

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હોલિવુડમાં પણ પોતાનું નામ કમાવી ચુકી છે. તેને સતત સારી ઓફર્સ મળતી રહે છે જેના કારણે તેને અલગ અલગ એક્પેરિમેન્ટ્સ કરવા મળી રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે પ્રિયંકાને નવી હોલિવુડ ફિલ્મ મળી છે. પ્રિયંકાએ હોલિવુડ ફિલ્મ મળવાની આ ગુડ ન્યૂઝ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ ફિલ્મ એક વેડિંગ કોમેડી હશે. યુનીવર્સલ પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત મિંડી કેલિંગ પણ લીડ રોલમાં છે. ફિલ્મની એક્ટ્રેસ મિંડી સ્ક્રિનપ્લે લખવાની જવાબદારી પણ નિભાવી રહી છે. આ કામ તે ડેન ગોરની સાથે મળીને કરી રહી છે.

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ક્રીન શોટ શેર કર્યો છે. તેની સાથે તેણે લખ્યું, સારી કહાણી કહેવા માટે ઉત્સાહિત બે મહિલાઓને તેમની કહાની તેમના જ અંદાજમાં કહેવા માટે લીલો ઝંડો મળી ગયો છે. મિંડી કેલિંગ અને ડેન ગોરની સાથેની આ અદ્ભુત પાર્ટનરશિપ પર ગર્વ છે. અમે તમને એ બતાવવાના છીએ કે મોર્ડન, ગ્લોબલ અને ભારતીય હોવાનો શું મતલબ હોય. તમારી સાથે સિનેમામાં મુલાકાત થશે.

તમને જણાવી દઈએ કે આ પ્રિયંકાની ચોથી હોલિવુડ ફિલ્મ છે. એબીસીની ક્વોંટિકો સીરીઝ બાદ પ્રિયંકા અ કિડ લાઈફ જેક, બેવોચ અને ઈઝ ઈટ રોમેન્ટિકમાં જોવા મળી ચુકી છે. 

Read Also

Related posts

તમારા ફોનની આ સેટિંગ ઑન હશે તો કોઇપણ તમને કરી શકે છે ટ્રેક, 1 મિનિટમાં આ રીતે કરો ચેક

Bansari

ટ્રીપલ રિયર કેમરા અને 5000mAhની બેટરી સાથે Vivo Y17 લોન્ચ, અહીં જાણો શું છે ખાસ

Arohi

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari