GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમેરિકામાં હોય ત્યારે સૌથી વધુ શું મિસ કરે છે પ્રિયંકા, એક્ટ્રેસે જણાવી દિલની વાત

પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત હતી. હવે તે અમેરિકા પાછી જતી રહી છે, મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત ફિલ્મમાં ઝાયરા વસીમ, ફરહાન અખ્તર, રોહિત સર્ફાઝ જેવા સ્ટાર્સ જોવા મળશે. પ્રિયંકાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ભારતમાં સૌથી વધારે શું મિસ કરે છે.

તેણે સ્પોટબૉય સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હું જ્યારે પણ ભારત આવું ત્યારે મને વધારે તકલીફ તો નથી પડતી. પરંતુ હું જ્યારે વિદેશમાં હોઉં ત્યારે ભારતીય ભોજન બહુ મિસ કરું છું. મને રસોઇ કરતાં આવડતી નથી અને ત્યાં જમવાનું ડબ્બાઓમાં આવે છે, તેને જ્યારે પૂછ્યું કે, શું ભારતિય સિનેમામાં તેને બદલાવ જોવા મળ્યો છે? તો તેણે જણાવ્યું કે, હા ઘણો બદલાવ આવ્યો છે. મને યાદ છે, પહેલાં લોકો કેટલીક ફિલ્મો માટે એવું કહેતા કે, આ ફિલ્મને જોવી હોય તો, મગજ ગરે મૂકીને જજો. પરંતુ હવે એવું નથી. હવે લોકો દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટની પહોંચ પણ બહુ વધી છે, જેનાથી લોકો પાસે ઓપ્શન્સ પણ બહુ છે. જેના કારણે લોકોની પસંદમાં પણ વિકાસ જોવા મળ્યો છે.

ઉલ્લેખનિય છે કે પ્રિયંકા ચોપરા પાછી અમેરિકા જતી રહી છે.

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!