GSTV
Home » News » પ્રિયંકા ચોપરાએ પહેલી વાર આપ્યો સલમાન ખાનને જવાબ, ભારત માટે બોલી આટલી મોટી વાત…

પ્રિયંકા ચોપરાએ પહેલી વાર આપ્યો સલમાન ખાનને જવાબ, ભારત માટે બોલી આટલી મોટી વાત…

પ્રિયંકા ચોપરા અત્યારે ભારતમાં છે અને તેણે હમણાં જ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મની રેપ પાર્ટીમાં પ્રિયંકા પહોંચી હતી. અને તેણે ત્યાં બહુ ડાન્સ કર્યો હતો. પ્રિયંકા ઉપરાંત ત્યાં ફરહાન અખ્તર અને જાયરા વસીમ પણ જોવા મળી હતી. આ ફિલ્મ પહેલા પ્રિયંકા ભારત ફિલ્મમાં દેખાવાની હતી.

પ્રિયંકાએ અચાનક આ ફિલ્મ માટે ના પાડી અને ધ સ્કાઈ ઈઝ પિંકને સાઈન કરી લીધી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે તે 3 વર્ષ પછી બોલિવૂડમાં ધ સ્કાઈ ઈઝ પિંકથી કમબેક કરી રહી છે. એટલું જ નહીં તે પહેલી વાર સલમાનની ફિલ્મ ભારત માટે બોલી છે. પ્રિયંકા ઈન્ટરવ્યૂમાં બોલી કે, ભારત ફિલ્મ ડાન્સ સોન્ગ ફિલ્મ છે.

આ રીતે બોલીને તેણે સલમાન ખાન પર નિશાનો સાંધ્યો છે. તેણે આગળ કહ્યું કે, બધાએ મને મારા આ નિર્ણય પર સવાલો પૂછ્યા હતા. તમે નાચવા-ગાવા વાળી ફિલ્મ કેમ ના કરી. કેમ એક માની ભૂમિકા પસંદ કરી. પ્રિયંકાએ જણાવ્યું કે આ ફિલ્મ તેણે ડાયરેક્ટર સોનાલી બોસના કારણે પસંદ કરી છે. પ્રિયંકા જે બોલી હતી તે વાત ફિલ્મ ભારત માટે કરી રહી છે તે દેખાઈ રહ્યું છે.

અત્યાર સુધી સલમાન ખાન પ્રિયંકા પર નિશાનો સાંધતો હતો, પરંતુ પહેલી વાર પ્રિયંકા ફિલ્મ ભારતને લઈ કંઈક બોલી છે. સલમાને પહેલા પ્રિયંકાની વાત કરતાં કહ્યું હતું કે, તેણે લાઈફમાં બહુ મહેનત કરી છે. હવે તે ઘણું મેળવી ચૂકી છે.

બધું છોડીને તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તો સારું કર્યું છે. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનો પ્રોફેશનલ એક્ટ્રેસ માનવામાં આવે છે. પ્રિયંકાની આ ફિલ્મ માટિવેશનલ સ્પીકર આયશા ચોધરીના પેરેન્ટસની કહાની છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

Read Also

Related posts

હવે બોટલ બંધ ફ્રેશ હવા મળશે બજારમાં, ખરીદો હિમાલયની પ્રકૃતિની તાજા હવા

Path Shah

અમદાવાદ એરપોર્ટ પર આ કારણે હજયાત્રીઓ અટવાયા

Mansi Patel

આટલું સસ્તુ! સરકાર લાવી બજાર કરતાં ઓછી કિંમતે જબરદસ્ત AC, આ રીતે કરો બુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!