GSTV
Home » News » કરણ જોહરની આ ગંદી આદતથી પરેશાન છે પ્રિયંકા, આ જ કારણે લગ્નનું નહોતું આપ્યું આમંત્રણ

કરણ જોહરની આ ગંદી આદતથી પરેશાન છે પ્રિયંકા, આ જ કારણે લગ્નનું નહોતું આપ્યું આમંત્રણ

કરણ જોહરના લોકપ્રિય ચેટ શૉ કૉફી વિથ કરણના અંતિમ એપિસોડમાં બોલીવુડની બે હસીનાઓ કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા જોનાસ ગેસ્ટ બનીને આવી હતી. આ બંને એક્ટ્રેસે શૉ પર પોતાના અંગત જીવનના અનેક રહસ્યો છતાં કર્યા. આ વાતચીતમાં કરણે પ્રિયંકા સમક્ષ તેના લગ્નમાં આમંત્રિત ન કરવાની નારાજગી પણ વ્યક્ત કરી.

શૉ દરમિયાન કરણે અનેકવાર પ્રિયંકાના લગ્નમાં ન બોલાવવા બદલ ટોણા માર્યા. તે બાદ પ્રિયંકાએ કરણને આમંત્રિત ન કરવા અંગેનું કારણ જણાવ્યું. પ્રિયંકાએ જણાવ્યું કે કરણ ખૂબ જ મોટો સેલ્ફી એડિક્ટેડ છે અને લગ્નમાં પણ તે બધા સાથે સેલ્ફી લેતો નજરે આવ્યો હોત. પ્રિયંકા ઇચ્છતી ન હતી કે તેની પર્સનલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય. જેના પર કરીનાએ કરણની મજાક ઉડાવી.

પ્રિયંકાએ જણાવ્યું કે તેના અને નિકના લગ્ન વખતે તેમણે મોબાઇલ પોલીસની ખાસ વ્યવસ્થા કરી હતી. લગ્નમાં આવેલા તમામ લોકોના ફોન એક ઝિપ લૉક બેગમાં જમા કરાવી લેવામાં આવ્યાં હતા. જેથી કોઇ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ ન થઇ શકે.

જણાવી દઇ કે પ્રિયંકા અને નિકના લગ્ન ઉમેદ ભવન પેલેસમાં 1 ડિસેમ્બરના રોજ થયાં હતાં. પ્રિયંકાએ પોતાના લગ્નમાં એકપણ બોલીવુડ સ્ટાર્સને આમંત્રિત કર્યા ન હતા. જો કે તેણે પછીથી બોલીવુડ સ્ટાર્સ માટે એક સ્પેશિયલ રિસેપ્શન પાર્ટી આપી હતી.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!