GSTV
Home » News » Video: જ્યારે ફોટોગ્રાફર્સે નિક જોનાસને કહ્યો ‘જીજાજી’, આવું હતું પ્રિયંકાનું રિએક્શન

Video: જ્યારે ફોટોગ્રાફર્સે નિક જોનાસને કહ્યો ‘જીજાજી’, આવું હતું પ્રિયંકાનું રિએક્શન

મુંબઇના ગુરુવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે લગ્નનું ત્રીજુ રિસેપ્શન આપ્યુ. તેમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સ્ટાઇલિશ એથનિક વિયરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી, તેવામાં સૂટમાં નિક એકદમ ડેપર લાગી રહ્યો હતો. વેન્યૂ પર પહોંચ્યા બાદ પ્રિયંકા-નિકને મીડિયા પર્સને બુકે ગિફ્ટ કર્યુ. કપલે વેન્યૂમાં હાજર તમામ ફોટોગ્રાફર્સ સાથે સેલ્ફી પણ લીધી.

આ દરમિયાન કંઇક એવું થયું કે પ્રિયંકા હસી હસીને લોટપોટ થઇ ગઇ. હકકીતમાં પેપરાઝીએ નિક જોનાસને જીજાજી કહીને સંબોધ્યો. આ સાંભળીને પ્રિયંકા ચોપરા જોર-જોરથી હસવા લાગી. એક્ટ્રેસે નિક જોનાસની સામે જોયુ અને બંને હસવા લાગ્યા. પાર્ટીમાં નિકયંકાએ ખૂબ ડાન્સ કર્યો.

નિકે પ્રિયંકા સાથે બોલીવુડ સૉન્ગ્સ પર ડાન્સ કર્યો. તે પણ દેશી રંગમાં રંગાયેલો જોવા મળ્યો. નિકે પત્ની સાથે ગલ્લા ગુડિયાના હુક સ્ટેપ્સ કર્યા. એક્ટ્રેસના વેડિંગ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

કપલે દીપિકા0રણવીર સાથે પણ ડાન્સ કર્યો. દીપિકા-રણવીર બાજીરાવ મસ્તાનીના પિંગા સૉન્ગ પર ડાન્સ કરતાં જોવા મળ્યાં. પાર્ટીમાં બાજીરાવ મસ્તાનીની સ્ટારકાસ્ટે મળીને ધમાલ મચાવી હતી. સંજય લીલા ભણસાલી પણ નિકયંકાને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. ફિલ્મ જગતના અનેક જાણીતા ચહેરાઓ રિસેપ્શનમાં પહોંચ્યા હતી. એક્ટ્રેસના એક્સ બૉયફ્રેન્જ શાહિદ કપૂર અને હરમન બાવેજા પણ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

જણાવી દઇએ કે બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાના નામનો ડેકો વગાડનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના લગ્ન 1-2 ડિસેમ્બરના રોજ ઉમેદ ભવનમાં ખૂબ જ ધૂમ ધામ સાથે થયા. પ્રિયંકા અને નિક બંને ની લવ સ્ટોરી પણ ખૂબ જ અલગ છે. પ્રિયંકાએ અને નિક વચ્ચે ભલે ઉમરનો ફર્ક હોય પરંતુ તેમનો પ્રેમ ખૂબ જ અપાર છે ઉમેદ ભવનમાં લગ્ન બાદ બને એ તેનું સિક્રેટ રિસેપ્શન પણ રાખ્યું હતું.

Read Also

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!