GSTV
Home » News » પ્રિયંકા ચોપરા પણ બની ચુકી છે યૌન શોષણનો ભોગ, લગ્ન બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રિયંકા ચોપરા પણ બની ચુકી છે યૌન શોષણનો ભોગ, લગ્ન બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો

જ્યારથી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે ત્યારથી સતત એક પછી એક ઉપલબ્ધી હાંસેલ કરી રહી છે. પ્રિયંકાની ઓળખ હવે ફક્ત ભારત સુધી સિમિત નથી રહી. દુનિયાભરમાં તેના નામની ચર્ચા થાય છે. તાજેતરમાં જ પ્રિયંકા ન્યૂયોર્કમાં આયોજિત 10મા વાર્ષિક મહિલા સંમેલનમાં સામેલ થઇ હતી. આ દરમિયાન પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે તેણે પણ યૌન શોષણનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગે વાત કરવામાં તેને કોઇ સંકોચ નથી.

પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં 10મા મહિલા સંમેલનમાં હાજરી આપી હતી. અહી તેણે દુનિયાભરની મહિલાઓને પ્રભાવિત કરતાં અનેક મહત્વપૂરઅમ મુદ્દાઓ પર વાતચીત કરી. અહી એક મુદ્દે ઉઠ્યો મહિલાઓના શોષણનો. આ મામલે પ્રિયંકાએ ખુલીને પોતાને અભિપ્રાય વ્યક્ત કર્યો.

પ્રિયંકાએ જણાવ્યું કે, એવું લાગે છે કે મહિલાઓ સાથએ યૌન શોષણ શબ્દ જોડાઇને જ આવે છે. હવે એકબીજાને સપોર્ટ કરવાના કારણે લોકો અમને ચુપ નથી કરાવી શકતાં અને આ જોઇને ઘણું સાહસ મળે છે.

પ્રિયંકાએ આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે તે પણ યૌન શોષણના ચંગુલમાંથી બાકાત નથી. રહી. તેણે કહ્યું કે, આ ઓરડામાં દરેકે એકવાર તો તેનો સામનો કરવો જ પડ્યો છે. આપણી પાસે હંમેશાથી એક અવાજ હતો. બસ કોઇએ તે સાંભળ્યો નહીય હવે મારી પાસે એક કહાની છે તો મને નથી લાગતું કે હવે હું એકલી છું અને મારે આ અંગે જણાવવામાં સંકોચ કરવો જોઇએ.

જણાવી દઇએ કે મી ટૂ મુવમેન્ટના કારણે ગત વર્ષે બોલીવુડની અનેક મોટી હસ્તિઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. તેના કારણે અનેક સેલેબ્સને ઇન્ડસ્ટ્રીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. મી ટૂ મૂવમેન્ટમાં નાના પાટેકર, સાજિદ ખાન, આલોક નાથ, વિકાસ બહેલ સહિત અનેક સેલેબ્રિટીઝના નામ સામે આવ્યા હતા.

Read Also

Related posts

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar