નિક જોનાસે પ્રિયંકાને કર્યુ હતુ પ્રપોઝ, એકદમ ફિલ્મી છે ‘નિકયંકા’ની લવસ્ટોરી

બરેલીથી બોલિવૂડ અને બોલિવૂડથી હોલિવૂડ સુધી પહોંચીને ગ્લોબલ આઈકોન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા તેના ફોરેનર ફિઆન્સ નિક જોનાસ સાથે લગ્ન કરી રહી છે. દિલથી આજે પણ પોતાને દેશી ગર્લ ગણાવતી પ્રિયંકાનું નામ જ્યારે અમેરિકન સિંગર-એક્ટર નિક જોનાસ સાથે જોડાયુ ત્યારે ઘણા લોકોને નવાઈ લાગી હતી પણ હવે જ્યારે આ બન્નેના શાહી વિવાહ થઈ રહ્યા છે ત્યારે સામે આવી છે નિકયાંકાની પ્રેમકહાની…

પ્રિયંકા અને નિક જોનાસના શાહિ વિવાહ અત્યારે ચારેબાજુ ચર્ચાઈ રહ્યા છે. બન્નેના ફેન્સ આ ઈન્ટરનેશનલ કપલ માટે ચિઅર કરી રહ્યા છે.હાઉએવર, આ ચાહકોની સાથે ઘણા બધા લોકો હજી આ બન્નેની પ્રેમકહાનીથી અજાણ છે. જો કે, એક ફેશન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા અને નિક જોનાસે ખુલાસો કર્યો છે કે તેઓ પહેલી વાર કેવી રીતે મળ્યા, પહેલા કોણે કોને મેસેજ કર્યો હતો અને મમ્મી મધુ ચોપરાની સામે બન્નેની પહેલી મુલાકાત જેવી ઘણી ઈન્ટ્રેસ્ટિંગ ડિટેલ્સ આ ઈન્ટરવ્યૂમાં જણાવી છે.

પ્રિયંકા વોગ મેગેઝિનના જાન્યુઆરી એડિશનમાં જોવા મળવાની છે. ત્યારે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં રિવીલ થયુ છે કે, 2017ની મેટ ગાલા રેડ કાર્પેટ પર મળ્યા પહેલાના ઘણા સમય પહેલા જ તેઓ એકબીજાને ટેક્સ મેસેજ કરવા લાગ્યા હતા.

આ સમયે નિકનો ભાઈ જો જોનાસ અને તેની ફિઆન્સ સોફી ટર્નટ પણ ત્યા હાજર હતા. જેઓ શરાબના નશામાં પ્રિયંકાની સામે ઘૂંટણીએ બેસેલા નિકને જોઈને હસી રહ્યા હતાં. ખૈર, આ પહેલી ઈન્ટ્રેસ્ટિંગ મુલાકાત બાદ પ્રિયંકા અને નિક મહિનાઓ સુધી એકબીજાને નહોતા મળ્યા.

આગળ વાત કરતા નિકે આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે, તેમની ત્રીજી ડેટ પર જ તેને અહેસાસ થઈ ગયો હતો કે તે પ્રિયંકા સાથે જ લગ્ન કરશે. તેઓ ડોજર્સ ગેમ જોવા માટે ગયા હતા અને આ મુલાકાત બાદ તરત જ નિકે તેની મમ્મીને ફોન કરીને આ વાત જણાવી હતી.

આ પ્રપોઝલ બાદ જે બન્યુ તેના વિશે સૌ કોઈ જાણે છે. અમુક પબ્લિક અપિરઅન્સ બાદ નિક અને પ્રિયંકા ઈન્ડિયા આવ્યા. પરિવારની હાજરીમાં રોકા સેરેમની કર્યા બાદ પ્રિયંકાએ ઓફિશિયલી તેમના રિલેશનશીપની કબૂલાત અને જાહેરાત કરી. અને બસ કંઈક આવી રીતે પ્રિયંકા-નિકનો ફેરી ટેલ રોમાન્સ હકીકતમાં બદલાઈ ગયો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter