પ્રિયંકા-નિકના લગ્નમાં સામેલ થવા મહેમાનોએ માનવી પડશે આ શરત, દુલ્હનની જેમ શણગારાયુ ઉમેદ ભવન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આવતીકાલે લગ્નના બંધનમાં બંધાવવાના છે ત્યારે આમના લગ્નની સેરેમનીઓ શરૂ થઇ ગઇ છે.ગઇ કાલે જોધપુરના ઉમેદ ભવન પેલેસ ખાતે પ્રિયંકા અને નિક તેમના પરિવારના સભ્યો સાથે પહોચી ગયા છે.ત્યારે આજે ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકાની મંહેદી સેરેમની યોજાવવાની છે.

મંહેદી સેરેમની બાદ પ્રિયંકાના પરિવાર તરફથી સાંજે શાનદાર સંગીત સેરેમની થવાની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિક હિન્દુ અને ક્રિશ્ચયન એમ બન્ને રિવાજ પ્રમાણે લગ્ન કરશે.પ્રિયંકા અને નિકના મેરેજને અટેન્ટ કરવા હોલિવૂડ સ્ટાર લિલિ સિંગ અને તેની ક્વોન્ટિકો કો-સ્ટાર યાસ્મિન અલ મસરી પણ ઇન્ડિયા આવી પહોંચી છે.

આ સિવાય ધ રોક એટલે કે પીસીનો ધ બેવોચ કો-સ્ટાર ડ્વાયન જ્હોનસન પણ આ લગ્નમાં સામેલ થાય તેવી તેજ અટકળો ચર્ચાઈ રહી છે. જો કે, આ શાહી વિવાહની એક પણ તસવીર સામે આવવી મુશ્કેલ છે કારણ કે પ્રિયંકા અને નિકે તેમના લગ્નને લઇને ખાસ સિક્યોરિટી રાખી છે.

કહેવાય છે,દીપિકા અને રણવીરના લગ્નની જેમ આમના મેરેજમાં પણ ગેસ્ટ માટે નો ફોન પોલીસી લાગુ કરવામાં આવી છે. સાથે ઉમેદ ભવન પેલેસ ખાતે જામર લગાવી દેવાયો છે..જેથી કરીને કોઇ પણ મહેમાન જાણે અજાણે આમના લગ્નની એક પણ તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર ન કરી શકે. જો કે,શાહી વિવાદ બાદ પ્રિયંકા અને નિક 4 ડિસેમ્બરે દિલ્હી અને બાદમાં મુબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરવાના છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter