સાત ફેરા લેવા જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, ચાહકોએ આ રીતે કર્યુ સ્વાગત

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાના છે.જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં યોજાનારા શાહી લગ્ન માટે પ્રિયંકા અને નિક જોધપુર પહોચી ગયા છે.જોધપુર એરપોર્ટ પર પ્રિયંકા અને નિકના આગમન સમયે તેમના ચાહકોની ભારે ભીડ જામી હતી.

નિક જોનાસે હાથ જોડી નમસ્તે કહી સૌનો કોઇનો આભાર માન્યો.પ્રિયંકાએ પણ નિક જોનાસ સાથે મિડીયા સામે પોઝ આપતી જોવા મળી.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સાથે તેમના પરિવારના સભ્યો પણ જોધપુર પહોચી ગયા છે.બુધવારે પ્રિયંકા અને નિકના લગ્નને લઇને મુંબઇ ખાતે પ્રિયંકાના ઘરે ગણેશ પુજા કરવામાં આવી હતી.

જયારે કે, ઉમેદ ભવન પેલેસ ખાતે આજે પ્રિયંકાની મહેંદી સેરેમની યોજાવવાની છે અને આવતીકાલે તેમની શાનદાર સંગીત સેરેમની યોજાશે.પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ પ્રિયંકા અને નિક મુંબઇ અને દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરવાના છે.

ઉલ્લેખનીય છે કે રણવીર-દીપિકાના પગલે પ્રિયંકા અને નિકે પણ તેમના રોયલ વેડિંગમાં મહેમાનોના મોબાઈલ ફોન પર બૅન લગાવી દીધો છે. સાથે જ કિલ્લાની ફરતે જામર પણ લગાવી દેવાયા છે.જેથી કરીને મોબાઈલ ફોનના સિગ્નલ જ બ્લોક થઈ જાય. તો વળી પ્રાઈવેટ સિક્યોરિટી માટે બે અમેરિકન અને એક ઈન્ડિયન એજન્સીને હાયર કરવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter