નિક સાથે જોધપુર રવાના થઇ પ્રિયંકા, 2 દિવસ બાદ થશે શાહી લગ્ન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. તે પહેલા લગ્નના અનેક ફંક્શન્સ થશે. આ તમામ ફંક્શન્સ માટે પ્રિયંકા અને નિક જોનસ જોધપુર રવાના થઇ ગયા છે. ગુરુવારે સવારે પ્રિયંકા અને નિકને તેમની ટીમ સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતાં.

પ્રિયંકા સાથે એરપોર્ટ પર તેની માતા મધુ ચોપરા અને પરિવારના સભ્યો પણ જોવા મળ્યાં. પ્રિયંકા અને નિક જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરી રહ્યાં છે. લગ્નના તમામ ફંક્શન્સ જોધપુરમાં થશે. આ ફંક્શન્સની શરૂઆત થાય તે પહેલાં પ્રિયંકા ચોપરાના ઘરે ગણપતિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પૂજામાં નિક જોનાસની ફેમિલી ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળ્યાં.

અત્યાર સુધી તેવા અહેવાલ મળ્યાં હતાં કે પ્રિયંકા-નિકની પ્રિ-વેડિંગ સેરેમની જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં થશે પરંતુ તાજેતરમાં મળેલા રિપોર્ટસ અનુસાર ઉમેદ ભવનથી મહેરાનગઢ કિલ્લા સુધી જવા માટે પ્રિયંકાએ પોલીસ સુરક્ષા માગી હતી. તેના માટે તેણે પ્રાઇવેટ સિક્યોરીટી એજન્સી પણ હાયર કરી હતી. પરંતુ જોધપુર પોલીસે રાજસ્થાનની આગામી વિધાનસભા ચૂંટણીનો હવાલો આપતા એક્ટ્રેસને સુરક્ષા આપવાથી ઇનકાર કરી દીધો હતો. તેથી પ્રી-વેડિંગ અને વેડિંગ તમામ ફંક્શન ઉમ્મેદ ભવન પેલેસમાં થશે.

આ ઉપરાંત ઉમેદ ભવન પેલેસની બહાર એક નોટિસ લગાવી દેવામાં આવી છે- સૂચિત કરવામાં આવે છે કે રખ-રખાવ કારણોસર ઉમ્મેદભવન પેલેસ મ્યુઝિયમ ગુરુવાર 29-11-2018થી તારીખ 3-12-2018 સુધી દર્શકો માટે બંધ રહેશે.

પ્રિયંકા ચોપરાના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. આશરે 80 લોકોની હાજરીમાં તેઓ સાત ફેરા લેશે. આ શાહી લગ્નમાં આવેલા મહેમાનોને નિક-પ્રિયંકા ખાસ ભેટ આપશે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલ મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ચાંડીનો સિક્કો ભેટમાં આપશે. સિક્કાની એક બાજુ NP લખેલું છે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ છે. મહેમાનોને લગ્નના અંતમાં આ ખાસ હેન્ડીક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.

પ્રિયંકા અને નિકનો પરિવાર જોધપુર એરપોર્ટ પરથી ઉમ્મેદ ભવન ચોપર દ્વારા જશે. પેલેસમાં 64 આલીશાન રૂમ અને સૂઈટ છે. જેમાં 22 પેલેસ રૂમ અને 42 સુઇટ છે. આ પેલેસને હવે હોટલની જેમ ચલાવવામાં આવે છે. એક રિપોર્ટમાં હોટલ અધિકારીઓ સાથે વાતચીતના આધારે વેન્યૂની બુકિંગ કિંમતનો ખુલાસો કર્યો છે.

એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47,300 હજાર છે. તો ઐતિહાસિક સૂઈટ માટે 65,300 રૂપિયા, રૉયલ સૂઈટ માટે 1.45 લાખ, ગ્રાન્ડ રૉયલ સૂઈટ માટે 2.30 લાખ અને પ્રેજિડેન્શિયલ સૂઈટ માટે 5.04 લાખ રૂપિયા ચૂકવવા પડે છે. આ કિંમતોમાં ટેક્સનો સમાવેશ કરાયો નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter