GSTV

પ્રિયંકાના લગ્નમાં પહોંચ્યો અંબાણી પરિવાર, જાણો કોણ હતી આ સૌથી વધુ ખુશ દેખાતી છોકરી

Last Updated on December 1, 2018 by Arohi

પ્રિપંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન શરૂ થઈ ચુક્યા છે. ગઈ કાલે રાત્રે સંગીત અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ અને અન્ય ક્ષેત્રના નામી વ્યક્તિએ પણ ભાગ લીધો હતો. આમતો પ્રિયંકા-નિકે દીપકા-રણવીરની જેમ જ પોતાના લગ્નને સિક્રેટ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઉમ્મેદ ભવનની અમુક તસ્વીરો સોશિયલ મીડિયામાં પહેલાથી જ વાયરલ થઈ રહી છે. સાથે જ ઉમ્મેદ ભવનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મહેમાનો માટે સીટ ડાઉન ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સંગીત સેરેમનીમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. તે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને પુત્રી ઈશા અંબાણી સાથે એરપોર્ટ પર જોવા માળ્યા હતા.

ત્યારે તેમની સાથે એક છોકરી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. તે બીજુ કોઈ નહીં પરંતુ નીતા અંબાણીની ભાવી વાગદત્તા રાઘિકા મર્ચન્ટ છે. તેને એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી અને તે કેમરા સામે ખુશ થઈને તસ્વીર પડાવતી જોવા મળી.

નીતાના આ સ્પેશિયલ પ્રેમને મેળવીને રાધિકા ખૂબ ખુશ જોવા મળી રહી હતી અને ત્યાંજ અનંત અંબાણી માતા અને ગર્લફ્રેન્ડની સ્પેશિયલ બોન્ડિંગને જોઈ રહ્યો હતો. રાધિકા એન્કર હેલ્થકેરના CEO અને વાઈસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. અનંત અને રાધિકા ધણા સમયથી સારા મિત્રો છે.

નીતા અંબાણીએ એક સફેદ અને ગુલાબી રંગનો લહેગો પહેર્યો હતો અને ઈશાએ ખૂબ જ રંગીન શરારા પહેર્યા હતા. આખા પરિવારે ખુશ થઈને ધણા પોઝ આપ્યા હતા. ત્યાર બાદ કારમાં બેસીને ઉમ્મેદ ભવન જવા રવાના થઈ ગયા અને રાત્રે 12:30એ જ ચાર્ટર દ્વારા મુંબઈ પાછા પણ ફરી ગયા.

પ્રિયંકાની સંગીત સેરેમની માટે ઉમ્મેદ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. સંગીત સેરેમનની થીમ રાજસ્થાની રાખવામાં આવી છે. 2 ડિસેમ્બર એટલે કે કાલે પ્રિયંકા અને નિક સાત ફેરા લેશે. પ્રિયંકાના મહેમાનોની લિસ્ટમાં દેશી અને વિદેશી બન્ને મહેમાનોનો સમાવેશ થઈ રહ્યો છે. સૌથી પહેલા શુક્રવારે સલમાનની બહેન અર્પિતા દિકરા આહિલને લઈને જોધપુર પહોંચી. ત્યાર બાદ ફેમસ મેકઅપ મેન મિકી કોન્ટ્રેક્ટર પણ જોધપુર પહોંચ્યા.

Read Also 

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!