GSTV

પ્રિયંકા ચોપડાનાં ઘરે આવ્યું નાનકડું ક્યૂટ મહેમાન, Photos શેર કરીને જણાવ્યુ નામ

દુનિયાભરના પ્રિય કપલ પ્રિયંકા ચોપડા (Priyanka chopra) અને નિક જોનાસ (Nick Jonas)હવે પહેલા કરતા વધારે વ્યસ્ત છે. કારણ કે હવે તેમના જીવનમાં એક નવું મહેમાન પ્રવેશ્યુ છે. આ નવું મહેમાન બીજુ કોઈ નહીં પરંતુ તેનો નવો રેસ્ક્યૂ ડૉગ પાંડા છે. હા, આ નામ ‘પાંડા’ પણ પ્રિયંકાએ તેનો પહેલો ફોટો શેર કરતી વખતે જણાવ્યુ છે.

પ્રિયંકા અને નિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાંડાનો ફોટો શેર કરીને આ સમાચાર શેર કર્યા છે. આ તસવીરમાં પ્રિયંકા અને નિક તેમના કૂતરા સાથે નજરે પડે છે. આ સાથે પ્રિયંકાએ કેપ્શનમાં તેના નવા મહેમાન વિશે ઘણું લખ્યું છે.

શેર કરતી વખતે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, ‘અમારો નવો ફેમિલી ફોટો. પાંડા. અમે થોડા અઠવાડિયા પહેલા આ છુટકુને (જે લાંબા સમય સુધી રહેશે નહીં) દત્તક લીધું છે. અમને બરાબર ખબર નથી પરંતુ એવું લાગે છે કે તે હસ્કી અને ઓસ્ટ્રેલિયન શેપર્ડનું મિશ્રણ છે. તેની આંખો તો જુઓ. અને કાન પણ !!! ‘

જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકા અને નિકના બે ડૉગ જીનો અને ડાયના હતા. હવે તેઓએ પાંડાને દત્તક લીધો છે. તેથી હવે આ કુટુંબમાં ત્રણ કૂતરાઓ છે. પરંતુ પ્રશંસાની વાત એ છે કે આ વખતે પ્રિયંકાએ હોલીવુડ હસ્કીઝને દત્તક લીધું છે. કારણ કે આ પોસ્ટમાં આ સંસ્થા ટેગ છે. આ સંસ્થા હસ્કી અને મિકસ બ્રિડના હસ્કી ડોગ્સને બચાવવા માટે કામ કરે છે.

READ ALSO

Related posts

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!