GSTV
Home » News » શું છૂટાછેડા લઈ રહ્યા છે નિક અને પ્રિયંકા? ખુલાસો કરતા દેશીગર્લએ આપી દીધો જવાબ

શું છૂટાછેડા લઈ રહ્યા છે નિક અને પ્રિયંકા? ખુલાસો કરતા દેશીગર્લએ આપી દીધો જવાબ

ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના છુટાછેડાની ચર્ચા હાલ ચારે બાજુ ફેલાયેલી છે. પ્રિયંકાના લગ્નના ત્રણ મહીના બાદ તલાકની ખબર આવવું ખૂબ ચોકાવનારું છે. પરંતુ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લેટેસ્ટ તસ્વીરોએ તલાકની દરેક ખબરોને અફવા ગણાવી દીધી છે.

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ અને ફેમિલી સાથે રવિવારે સવારે બે તસ્વીરો શેર કરી. આ તસ્વીરોમાં પ્રિયંકા જોનસ ફેમિલી સાથે ખૂબ ખુશ જોવા મળી રહી છે. તસ્વીરોમાં પ્રિયંકાની સાથે જોનસ બ્રદર્સ અને સાસુ-સસરા જોવા મળી રહ્યા છે. પ્રિયંકાનએ તસ્વીરોમાં કેપ્શન લખ્યું, જોનસ બ્રદ્રર્સના પહેલા શોમાં સામેલ થઈ મને ખૂબ ગર્વ છે.

જણાવી દઇએ કે એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિક એકબીજાથી અલગ થવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દરેક કામ, પાર્ટી સાથે સમય પસાર કરવાને લઇને ઝઘડે છે. નિક અને પ્રિંયકાએ ઉતાવળમાં લગ્નનો નિર્ણય લીધો.

સૂત્રોએ કહ્યું, નિકને લાગતું હતું કે તે પ્રિયંકા સાથે લગ્ન બાદ તે શાંત અને સરળ થઇ જશે. પરંતુ હાલમાં પ્રિયંકા નિક પર કંટ્રોલ કરતા નજરે પડી રહી છે. તે જલદી ગુસ્સે પણ થઇ જાય છે. જે અંગે નિક જાણતો ન હતો. મેગેઝિને દાવો કર્યો છે કે એક બીજાની સાથે ખુશ નથી અને બન્ને છૂટાછેડા લેવા માટે વિચારી રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર નિકનો પરિવાર આ લગ્નને સમાપ્ત કરવા માંગે છે કારણ કે તેમને શરૂઆતમાં લાગતું હતું કે પ્રિયંકા એક ઘરેલુ મહિલા છે જે ઘર સંભાળવા અને બાળકો પેદા કરવા માટે તૈયાર હતી પરંતુ  હવે તેમને લાગે છે કે તે પાર્ટી કરવા વાળી છોકરી છે જે એવુ વર્તન કરે છે કે તે 21 વર્ષની હોય.

હાલમાં જ નિક જોનસે પ્રિયંકાને ત્રણ કરોડની કાર ગિફ્ટ કરી હતી. જોનસ ફેમિલી સાથે પ્રિયંકાનું વેકેશન પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું.

Read Also

Related posts

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં રામબાણ ઇલાજ છે આ ખાસ પાણી, દરરોજ કરો સેવન

Bansari

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!