GSTV
Home » News » ‘ભારત’ છોડવા પર સતત તાણાં મારતા સલમાનને પ્રિયંકાનો જવાબ, લાગશે જબરાં મરચાં!

‘ભારત’ છોડવા પર સતત તાણાં મારતા સલમાનને પ્રિયંકાનો જવાબ, લાગશે જબરાં મરચાં!

‘ભારત’ ફિલ્મ છોડવાના કારણે સલમાન ખાને જ્યાં પણા તક મળી ત્યાં પ્રિયંકા ચોપડાને તાણાં માર્યાં, પરંતુ પ્રિયંકા ચુપ જ રહી. ‘ભારત’ ફિલ્મ રિલીઝ થઈ અને તેને રિવ્યૂ પણ એવરેજ જ મળ્યો. બોક્સ ઓફિસ પર ઠીક-ઠીક કમાણી કરી રહી છે. એટલે કે, પ્રિયંકાએ કઈં વધારે ખોયું નથી. એટલે જ હવે પ્રિયંકા કઈંક એવું બોલી છે, જેનાથી સલામાનને સૌથી વધુ ઠેસ પહોંચી શકે છે, તેના ઈગો પર.

પ્રિયંકા ચોપરા અત્યારે ભારતમાં છે. તે શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ નું બાકીનું શૂટિંગ પૂરું કરવા આવી હતી. સાથે-સાથે તે પરિવાર સાથે પણ સમય પસાર કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને અંડમાનમાં કરવામાં આવ્યું છે. શૂટિંગ પૂરું થયા બાદ એક રેલ પાર્ટી પણ થઈ. સામાન્યરીતે કોઇપણ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય ત્યારબાદ કાસ્ટ અને ક્રૂ એક સરસ પાર્ટી કરતા હોય છે, જે રેપ પાર્ટી તરીકે ઓળખાય છે. ‘ધ સ્કાય ઈઝ પિંક’ ની પાર્ટીમાં મીડિયા પણ હાજર હતું. જ્યાં પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનનું બરાબર અપમાન કર્યું, જેમાં પ્રિયંકાના ફિલ્મના પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રૉય કપૂરે પણ તેની બહુ મદદ કરી.

મીડિયાએ પ્રિયંકાને ‘ભારત’ છોડવા અંગે સવાલ કર્યો તો તેણે કહ્યું, “તે સમયે મારી પાસે ઘણી ફિલ્મો હતી અને બધા મને પૂછતા હતા કે, આ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંલ્ક’ કેમ લીધી? વર્ષની સૌથી વધુ કમાનારી, નાચવા-ગાવાવાળી મસાલા ફિલ્મ કેમ છોડી?”

પ્રિયંકાએ આટલું કહ્યું ત્યાં જ હાજર લોકો હસવા લાગ્યા. સિદ્ધાર્થ રૉય કપૂર પણ વચ્ચે બોલ્યા, ‘તમે સમજી રહ્યા છો ને કે, કઈ ફિલ્મની વાત થઈ રહી છે.’

આમાન્ય લાગતી આ વાત તમે વિડીયોમાં જોશો તો સમજાઇ જશે કે, આખી વાત કેવી રીતે કહેવામાં આવી છે….

પ્રિયંકાએ સલમાનની ફિલ્મ તો છોડી જ સાથે-સાથે કાયદાથી સબક પણ શીખવાડ્યો. આવું ભાગ્યે જ જોવા મળે છે કે, મીડિયા સામે કોઇ સલમાન ખાનની ઉડાવે કે કઈં નેગેટિવ વાત કગે. અત્યારસુધીમાં આવું કરનાર માત્ર અનુરાગ કશ્યપ જ હતા, જેમને સલમાન ખાન સાથે કામ કરવામાં જરા પણ રસ નથી, હવે તેમાં પ્રિયંકા પણ આવી ગઈ.પ્રિયંકાએ ‘ભારત’ છોડી ત્યારબાદ ઘણા વિવાદો થવા છતાં સલમાન ખાને એમ કહ્યું હતું કે, તે પ્રિયંકા સાથે ચોક્કસથી કામ કરશે, પરંતુ આ દરમિયાન જ મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા હતા કે, તેમણે સંજય લીલા ભણસાલીની એક ફિલ્મમાંથી પ્રિયંકાને કઢાવી નાખી. જોકે તે કેટલા સાચા છે એ તો સલમાન અને સંજય લીલા ભણસાલી જ જાણે. જોકે સલમાને એ વાત તો સ્વિકારવી જ રહી કે, પ્રિયંકાએ તેની સાથે કામ કરવાની ના પાડી અને તે હજી તેના નિર્ણય પર અડગ છે.

Related posts

સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બે જિલ્લા સિવાય તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે

Mayur

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!