GSTV
Home » News » પ્રિયંકા ચોપરા પર ચડ્યો હૉલીવુડ ફિવર, ભારત બાદ છોડી ભણસાલીની ફિલ્મ !

પ્રિયંકા ચોપરા પર ચડ્યો હૉલીવુડ ફિવર, ભારત બાદ છોડી ભણસાલીની ફિલ્મ !

હાલ પ્રિયંકા ચોપરા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં છે. સલમાન ખાનની ફિલ્મ ભારત સાથે છેડો ફાડ્યા બાદ હવે જાણવા મળી રહ્યું છે કે દેશી ગર્લે અન્ય એક બોલીવુડ પ્રોજેક્ટને બાય-બાય કહી દીધું છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર સંજય લીલા ભણસાલીની ગેંગસ્ટર ફિલ્મ ગંગૂબાઇ કોઠેવાલીને લઇને આવવાના હતા પરંતુ હવે ચર્ચા થઇ રહી છે કે પ્રિયંકાએ ભારતની જેમ જ આ પ્રોજેક્ટ માટે અંતિમ સમયે નકારો ભણી દીધો છે.

એક્ટ્રેસની આ હરકતથી ભણસાલી ચકિત થઇ ગયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભણસાલીએ પ્રિયંકા ચોપરા સાથે આ ફિલ્મ બનાવવા માટે પૂરી તૈયારી કરી લીધી હતી. જો કે કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ પોતાના હોલીવુડ પ્રોજેક્ટ કાઉબૉય નિન્જા વિકિંગ માટે આ ફિલ્મને અલવિદા કહી દીધું છે.

કહેવામાં આવી રહ્યું છે પ્રિયંકાએ હાથ અધ્ધર કરી લીધા પછી ભણસાલીએ આ ફિલ્મને પડતી મુકી દીધી છે. પ્રિયંકા અનેક હિન્દી ફિલ્મો માંથી બહાર થઇ ગઇ છે પરંતુ તે સોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં જરૂર કામ કરવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ પ્રિયંકા ચોપરાએ અચાનક છોડી દેતાં તે નારાજ થયો હોવાની ચર્ચા છે. આમ પણ સલમાન પોતાની સાથે ગેરવર્તણૂક કે પછી દગો કરનારને માફ કરતો નથી. ભલે તેના પિતા સલીમ ખાને કહ્યું હોય કે સલમાન પ્રિયંકાથી નારાજ નથી. પરંતુ તાજેતરની ઘટના પરથી અભિનેતાની નારાજગી બહાર આવી છે.

વાત એમ બની હતી કે, જાણીતા ફેશન ડિઝાઇનરના ફેશન શોમાં સલમાન-કેટરિના રેમ્પ વોક કરવાના હતા. બન્ને જણા ડિઝાઇનર સાથે બેકસ્ટેજમાં વાતચીત કરી રહ્યા હતા. તેવામાં મધુ  ચોપરા ડિઝાઇનરને શુભેચ્છા આપવા આવી હતી. સલમાને તેને જોતાં જ મોં ફેરવી લીધું હતું અને કેટરિના સાથે વાતચીતમાં વ્યસ્ત રહ્યો.

Related posts

અમદાવાદ : ફટાફટ ભરી દેજો ટ્રાફિક દંડ નહીંતર દસ દિવસ બાદ લાયસન્સ સાથે આ મહત્વની વસ્તુ કેન્સલ થઈ જશે

Mayur

શાહરૂખે કર્યું નવી ત્રણ ફિલ્મોનું એલાન, ડાયરેક્ટરોનું નામ જાણી કહેશો ‘ફિલ્મ બ્લોકબસ્ટર જ જશે’

Arohi

18 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ, આર્ટિકલ 370ને રદ્દ કર્યા બાદ હવે મોદી સરકારની નજર આ બે અધ્યાદેશો પર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!