GSTV

હોલિવુડમાં રહીને પણ દેશીગર્લ ફેન્સના દિલ પર કરે છે રાજ, સૌથી વધુ ફોલોએર્સ સાથે આ સેલિબ્રિટીને છોડ્યા પાછળ

પ્રિયંકાચોપરા બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો કરતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે છવાઇ  ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર તે બોલીવૂડની સૌથી અધિક ફોલો થનારી સેલિબ્રિટી બની છે. જ્યારે પ્રથમ ક્રમાંકે ભારતીય ક્રિકેટનો કેપ્ટન વિરાટ કોહલી છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાના ૫૦ મિલિયન એટલે કે પાંચ કરોડથી પણ અધિક ફોલોઅર્સ છે, જો કે તે બીજા ક્રમાંકે છે.

પહેલા, બીજા અને ત્રીજા ક્રમે છે આ સેલેબ્રિટી

પહેલા ક્રમાંકે વિરાટ કોહલી પ.૩ કરોડ, પ્રિયંકા ૫ કરોડ, દીપિકા પદુકોણ ૪.૪૨ કરોડ, આલિયા ભટ્ટ ૪.૩૨ કરોડ, અક્ષય કુમાર ૩.૬૮ કરોડ  છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા હંમેશા પોતાની ફેશન અને ડ્રેસિંગ સેન્સને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જોકે તે ઘણી વખત પોતાના ડ્રેસને કારણે ટ્રોલ પણ થઇ છે.

ગ્રેમી એવોર્ડમાં આઉટફિટના કારણે ચર્ચામાં આવી હતી પ્રિયંકા

વર્ષ ૨૦૨૦ના ગ્રેમી એવોર્ડ સમારોહમાં પ્રિયંકા પોતાની ફેશન દ્વારા ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, પ્રિયકા છેલ્લે ફિલ્મ ‘ ધ સ્કાઇ ઇઝ  પિંક’માં જોવા મળી હતી. હાલ તે બોલીવૂડમાં એક પણ ફિલ્મ પર કામ નથી કરી રહી.

Read Also

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!