GSTV
Home » News » લગ્નના બે મહિનામાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ પ્રિયંકા ચોપરા, નિકના ઘરે ગૂંજશે કિલકારીઓ

લગ્નના બે મહિનામાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ પ્રિયંકા ચોપરા, નિકના ઘરે ગૂંજશે કિલકારીઓ

બોલીવુડ અને હોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના પૉપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સતત આ ન્યૂલીવેડ કપલને લઇને ખબરો આવતી રહે છે. ક્યારેક આ કપલના હનીમૂનની તસવીરો વાયરલ થાય છે તો ક્યારેક તેમના લગ્નની કેટલીક ખાસ તસવીરો સામે આવે છે. આજકાલ પ્રિયંકા પોતાનો સમય નિકને આપી રહી છે. આ વચ્ચે જ એક ખુશખબર મળી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર પ્રિયંકા ચોપરાની પ્રેગનેન્સીની ખબરો સામે આવી રહી છે. હકીકતમાં તેની એક ખાસ મિત્રએ જણાવ્યું કે, ગત વર્ષે એટલે કે 2018માં બંને લગ્નને લઇને ચર્ચામાં રહ્યાં હતાં અને આ વર્ષે એટલે કે 2019માં અમે પ્રિયંકાની પ્રેગનેન્સીને લઇને ઉત્સાહિત છીએ. આશા છે કે તે ટૂંક સમયમાં જ ખુશખબર આપશે.

સાથે જ તેની મિત્રએ જણાવ્યું કે, ગત વર્ષે તેમણે લગ્નનું સપનું જોયું હતુ અને આ વર્ષે તેઓ બાળકની કામના કરી રહ્યાં છે.

જો કે આ અંગે પ્રિયંકા અથવા નિકનું કોઇપણ નિવેદન સામે નથી આવ્યુ. સાથે જ મીડિયા રિપોર્ટસ અનુસાર પ્રિયંકાની ટીમે આ ખબરનું ખંડન કર્યુ છે.

જો કે આવી બાબતોમાં સ્ટાર્સ ચુપ રહેવાનું જ પસંદ કરે છે. પરંતુ જો આવું કંઇ હશે તો આ પ્રિયંકા અને નિકના જીવનના સૌથી સુખદ પળોમાંથી એક હશે.

Read Also

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!