પ્રેગનેન્સીની ખબરો વચ્ચે હોસ્પિટલ પહોંચી પ્રિયંકા ચોપરા,શું જલ્દી બંધાશે પારણુ?

priyanka chopra pregnant

પ્રિયંકા ચોપરાની પ્રેગનેન્સીને લઇને આજકાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તેનું કારણ એક્ટ્રેસ તાજેતરમાં જ તેની મા મધુ ચોપરા સાથે મુંબઇની હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ આ સીક્રેટ વીઝીટના કારણ શું હતું તેને લઇને પ્રિયંકાની મા મધુ ચોપરાએ ખુલાસો કર્યો છે.

મુંબઈની એક હોસ્પિટલમાં પ્રિયંકા તેની માતા મધુ સાથે હોસ્પિટલમાં ખુબજ ખાનગી રીતે વિઝિટ કરી હતી. આ જ કારણે એવુ માનવામાં આવી રહ્યુ છે કે પ્રિયંકા માતા બનશે. આ મામલે પ્રિયંકાની માતાએ મૌન તોડ્યું હતુ.

Priyanka Chopra

મધુ ચોપડાએ પ્રિયંકા ચોપડાની પ્રેગ્નસીને એક અફવાહ ગણાવી હતી. પ્રિયંકાની માતાએ કહ્યુ કે અમે હોસ્પિટલમાં ગયા હતા, પણ અમારા નજીકના સગાની ખબર કાઢવા માટે. મારી પુત્રી માટે આ ખુશીના સમચાર કહેવાશે જ્યારે આ સમાચાર આવશે ચોક્કસ તમામને માહિતગાર કરાશે. આમા છુપાવા જેવું તો કંઈ છે જ નહી પણ હા અત્યાર પુરતુ તો આ લોકો હજુ તેની નવી લાઈફને માણી રહ્યા છે.

ગયા મહિને પણ સોશિયલ મીડિયા પર એક તસવીર ખુબજ વાયરલ થઈ હતી ત્યારબાદ જ સમાચારો વહેતા થયા હતા કે પ્રિયંકા માતા બનશે. જો કે આ તસવીર મામલે મધુએ કહ્યુ કે આ ફક્ત કેમેરાની જ કમાલ છે આવુ ખરેખર કંઈ નથી.પ્રિયંકાના લગ્નને હજુતો માંડ 6 મહિના જ થયા છે. આટલી જલ્દી પ્રિયંકા પ્રેગ્નેટ છે એવુ વિચારવુ હાલ મુર્ખામી ભર્યુ કહેવાશે.

પ્રિયંકાની માતાએ કહ્યુ લોકો ગમે તે વિચારી લે છે પહેલા મને આવી વાતોથી બહુ ફર્ક પડતો હતો જો કે હવે એટલી અસર થતી નથી. હવે મારા માટે આવી વાતો બહુ અસર કરતી નથી સાંભળુ છુ અને એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાંખુ છુ.

જણાવી દઇએ કે બોલીવુડ અને હોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના પૉપ સ્ટાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ સતત આ ન્યૂલીવેડ કપલને લઇને ખબરો આવતી રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter