VIDEO: દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું પ્રિયંકાનું ઘર, જોઈને ખુશ થઈ જશો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તૈયારીઓ હાલ જોરશોરથી ચાલી રહી છે. રિપોર્ટસ અનુસાર બંને આ વર્ષે 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં સાત ફેરા લેશે. આ ખબરો વચ્ચે પ્રિયંકાના ઘરે કરવામાં આવેલી ખાસ સજાવટે આ વાત પર મહોર મારી દીધી છે. પ્રિયંકાના મુંબઇ ખાતે આવેલા નિવાસ સ્થાનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

પ્રિયંકા સાથે સાત ફેરા લેવા માટે નિક જોનાસ પણ ભારત આવી પહોંચ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને પોતાના ઇન્ડિયા વિઝીટની જાણકારી આપી હતી.

લગ્ન ર૯ નવેમ્બરથી ૩ ડિસે. સુધી યોજાવાના છે. બંન્ને અત્યારે દિલ્હીમાં છે. પ્રિયંકાની માતા મધુ ચોપરા ઉમદ ભવનમાં લગ્નની તૈયારી કરતી જોવા મળી હતી. થોડા દિવસ પહેલા પરિણિતીએ કહ્યુ હતું કે સંગીતમા પીસીના ગીતો પર પરફોર્મ કરવા આતુર છે. પ્રિયંકા કે નીક બંનેમાંથી કોઇએ હજુ સુધી આ અંગે જાહેરાત કરી નથી. તેનો અર્થ એ કે બંનેની ઇચ્છા છે કે લગ્નમાં માત્ર તેમના અંગત લોકો જ હાજરી આપે.

પાપારોજીઓથી બચવા માટે પ્રાઇવેટ ચોપર હાયર કરી લીધુ છે જેથી જોધપુર પહેાંચતા સુધીમાં કોઇ તેના ફોટોઝ ન પાડે. મેવાડ હેલિકોપ્ટર સર્વિસના એક સભ્યએ જણાવ્યૂ઼ કે ર૯ નવેમ્બરથી ૩ ડીસે. સુધી હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યું છે. ૩ ડીસેમ્બરે પીસી હેલિકોપ્ટરમાં જ જોધપુરથી ઉદયપુર આવશે.

એવી શકયતા દર્શાવાઇ રહી છે કે હેલિકોપ્ટરમાં તેની સાથે નિક પણ હશે. બીજા મહેમાનોને જોધપુર એરપોર્ટથી ઉમેદ ભવન પેલેસ લઇ જવા માટે આ હેલિકોપ્ટર થોડા ધકકા પણ ખાશે. ચર્ચા મુજબ હેલિકોપ્ટર આવી પાંચથી છ રાઇડ કરીને બધા મહેમાનોને ઉમેદભવન લઇ આવશે.

એક રિપોર્ટ મુજબ 29 નેવમ્બરે મહેંદી અને સંગીત સેરેમની યોજાશે. 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી, 1 ડિસેમ્બરે હલ્દી સેરેમની અને 2 ડિસેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાશે. જોધપુરમાં લગ્ન બાદ બંને બે રિસેપ્શન આપશે. પહેલું રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિત્રો માટે મુંબઈમાં યોજાશે. જ્યારે બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter